થરાદનાં ધારાસભ્ય લોકોનાં પ્રશ્નો વિધાનસભામાં રજુઆત કરશે

થરાદનાં ધારાસભ્ય લોકોનાં પ્રશ્નો વિધાનસભામાં રજુઆત કરશે
Spread the love

બનાસકાંઠા જિલ્લામાં અનેક સમસ્યાઓ છે જેમાં થરાદ નાં ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂત દ્વારા થરાદ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં કે શહેરી વિસ્તારમાં લોકો ની જે સમસ્યાઓ છે તેમને વિધાનસભા નાં સત્ર માં રજૂ કરવાની વાત કરી હતી જોકે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર તા.01/03/2021 થી શરૂ થવાનું છે. વિધાનસભામાં પ્રશ્નો પૂછવાના નિયમ મુજબ પ્રશ્નો લેખિતમાં અગાઉ થી મોકલવાના હોય છે.

થરાદ વિધાનસભા ના મતદારો તથા સમગ્ર ગુજરાત ના યુવામિત્રો,ખેડુતો,વિધાર્થી,મહિલાઓ,મજદૂરો,વ્યપારીઓ,જો આપની પાસે જનહિત મા કોઈ પણ પ્રશ્નો વિધાનસભા મા પૂછવા યોગ્ય હોય તો આપ તા.10/02/2021 સુધી માં વોટ્સએપ અથવા ઈમેલ પર મોકલી આપો. આપના પ્રશ્ન ને વિધાનસભામાં વાચા આપવાની કોશિશ કરીશ એવું ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂત દ્વારા જણાવવામાં આવ્યું છે.

FB_IMG_1592846683210.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!