જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા LLB સેમેસ્ટર-3 નું 90.13 ટકા પરિણામ જાહેર
જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા ડિસેમ્બર-૨૦૨૦માં લેવામાં આવેલ એલએલ.બી. સેમેસ્ટર-૩ ની પરીક્ષાનું ૯૦.૧૩ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જાહેર થયેલ પરિણામ સંદર્ભે જે વિદ્યાર્થીઓ પુનઃમૂલ્યાંકન કરાવવા ઈચ્છતા હોય તેઓ પરિણામ જાહેર થયાના ૧૦ દિવસમાં આપેલ લીંક http://bknmu.gipl.net પર પોતાનું યુઝરનેમ તથા પાસવર્ડ એન્ટર કરી ઓનલાઈન અરજી કરી શકશે. બાકી રહેલ પરિણામો પણ વહેલીતકે જાહેર કરી દેવામાં આવશે તેવું ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ