જૂનાગઢ : ગીર જંગલમાં મૂકતપણે વિહરતા વનરાજોને નિહાળતા દેશના મુખ્ય ચૂંટણી કમિશનરશ્રી સુનિલ અરોરા
- સાસણ ખાતે સિંહ લોકેશન રેડિયો કોલર અને ગીરજંગલ ની માહિતી મેળવી વન્યપ્રાણી હોસ્પિટલની મુલાકાત લીધી
જૂનાગઢ : દેશના મુખ્ય ચૂંટણી કમિશનરશ્રી સુનિલ અરોરા અને ડેપ્યુટી ચૂંટણી કમિશનરશ્રી ચંદ્રભૂષણ કુમારે એશીયાટીક લાયનના એકમાત્ર નિવાસસ્થાન ગીર જંગલના ડેડકળી વિસ્તારમાં મુકતપણે વિહરતા વનરાજોને નિહાળ્યા હતા. એશીયાટીક લાયનને જંગલમાં વિહરતા નિહાળવા એક લહાવો છે. મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી સુનિલ અરોરા ના આ પ્રવાસમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર ડો. એચ. મુરલી ક્રિષ્ના કેન્દ્રીય ચૂંટણી આયોગ ખાતેના પીઆઈબીના એડિશનલ ડાયરેક્ટર જનરલ શેફાલી શરણ સાસણ ગીરના જંગલની મુલાકાત લઇ સિંહ દર્શન કર્યા હતા. જ્યા તેમની સાથે રહેલા સાસણના ડીસીએફ મોહન રામ દ્વારા સિંહ વિશે માહિતગાર કર્યા હતા.
તારીખ ૪ ફેબ્રુઆરીના રોજ સાસણ ખાતે સિંહ દર્શન માટે મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી સુનિલ અરોરા આવી પહોંચતા જૂનાગઢ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડો.સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી, સાસણના ડીસીએફ શ્રી મોહન રામ, પ્રાંત અધિકારીશ્રી અંકિત પન્નુ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વી.એન સરવૈયાએ મુખ્ય ચૂંટણી કમિશનરશ્રી નું ઉષ્માભર્યું સ્વાગત કરી તેમને આવકાર્યા હતા.
ઉપરાંત આજે સવારે કમલેશ્વર ડેમ સાઇટ પર સિંહ દર્શન માટે જંગલની મુલાકાત લીધી હતી. તેમણે સિંહ દર્શન સાથે વન્યપ્રાણી સૃષ્ટીને પણ નિહાળી હતી. સાથે સાસણ ખાતે આવેલ મોનીટરીંગ રૂમની મુલાકાત લેતા ડીસીએફ મોહન રામ દ્વારા જંગલમાં સિંહનાં રહેણાંક, પાણીના સ્ત્રોત, વિસ્તાર અને સિંહના રેડિયો કોલર વિશે માહિતગાર કર્યા હતા તેમજ એનિમલ કેર સેન્ટર (વન્ય પ્રાણી હોસ્પિટલ)ની મુલાકાત લઇ સિંહ-દીપડા અંગેની માહિતી સાથે તેમની સારવાર અંગેની મુખ્ય ચૂંટણી કમિશનરશ્રી સુનીલ અરોરાએ તલસ્પર્શી વિગતો મેળવી હતી.
મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી સુનીલ અરોરાએ સાસણની મુલાકાત દરમિયાન ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એચ. મુરલી ક્રિષ્ના જૂનાગઢ જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી શ્રી ડો.સૌરભ પારધી તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વી.એન સરવૈયા સાથે વસ્તી આધારિત જેન્ડર રેશીયો, ૨૦૨૧ની ફાઈનલ મતદારયાદી આધારિત જેન્ડર રેશીયો, તારીખ ૧૫/૧/૨૦૨૦ ના રોજ પ્રસિદ્ધ થયેલ મતદાર યાદીમાં કેટલા નામ કમી થયા કે નવા ઉમેરાયા અને તેમાય ખાસ કરીને યુવા મતદારોની વિગત એક્ટિવિટી, નવા નોંધાયેલ મતદારો પોતાનું ચૂંટણીકાર્ડ ઓનલાઈન માધ્યમથી મેળવી શકે તે હેતુથી ચૂંટણીપંચે લોન્ચ કરેલ ઇ-એપિક અંગેની વિગતવાર સમીક્ષા કરી હતી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ