રાજકોટ કોર્ટોની ફીઝીકલ કાર્યવાહી શરૂ નહીં થાય તો વિરોધ પ્રદર્શનને ઉગ્ર બનાવવાની ચીમકી

રાજકોટ બાર એશોસીએશનના સીનીયર વકીલો, જુનીયર વકીલો, મહિલા વકીલો બહોળી સંખ્યામાં આ ધરણામાં ભાગ લીધેલો હતો. અને જે રીતે નકકી થયેલુ છે તે રીતે તમામ વકીલો ગાંધીજીના અહિંસાના માર્ગે શાંતી પુર્વક તથા સરકારની SOPની ગાઈડલાઈનનું પાલન કરીને ૧૧ વાગ્યા થી ૨ વાગ્યા સુધી ધરણા પ્રદર્શન કર્યું હતું. પ્રમુખ બકુલભાઈ રાજાણીએ જણાવ્યું હતું કે જો હવે ટુંક સમયમાં રાજકોટ શહેરની કોર્ટોની ફીઝીકલ કાર્યવાહી શરૂ નહીં થાય તો વિરોધ પ્રદર્શનને ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારેલી છે.
આ ધરણા પ્રદર્શનને સફળ બનાવવા રાજકોટ બાર એશોસીએશન પ્રમુખ બકુલભાઈ રાજાણી, ઉપપ્રમુખ ઈન્દ્રસિંહ ઝાલા, કારોબારી સભ્ય કેતનભાઈ મંડ, ધવલભાઈ મહેતા, પીયુષભાઈ સખિયા, વિજયભાઈ રૈયાણી, વિવેકભાઈ ધનેશા, રેખાબેન તુવાર તથા રાજકોટ બાર એશોસીએશનના તમામ સીનીયર જુનીયર વકીલો અને મહીલા વકીલો જહેમત ઉઠાવી રહ્યા છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)