ખેડબ્રહ્મા : ભારત વિકાસ પરિષદ દ્વારા “માર્ગ સુરક્ષા માસ”ની ઉજવણી

ખેડબ્રહ્મા : ભારત વિકાસ પરિષદ દ્વારા “માર્ગ સુરક્ષા માસ”ની ઉજવણી
Spread the love

વાહન વ્યવહાર સેવાને દેશના આર્થિક વિકાસની પાયાની સેવા તરીકે ગણના થાય છે. અને તેમાંય ઉતારુ વાહન વ્યવહારનું અત્યંત મહત્વ છે. ઐક સ્થળેથી અન્ય સ્થળે ઉતારુઓને પહોંચડવાની કામગીરી કરતી ગુજરાત એસ.ટી. સેવા ક્ષેત્રે કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓની સુરક્ષા માટેનો ખાસ માર્ગ સુરક્ષા માસની ઉજવણી
કરતો એક કાર્યક્રમ આજરોજ ખેડબ્રહ્મા એસ.ટી.ડેપો ખાતે ઉજવાયો હતો. ભારત વિકાસ પરિષદ-ખેડબ્રહ્મા શાખા દ્વારા ઉજવાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત એસ.ટી. કર્મચારીઓને સુરક્ષા બંધન બાંધવામાં આવી હતી.

કાર્યક્રમના પ્રારંભે ડેપો મેનેજર સગરે પ્રાસંગિક ઉદબોધનમાં જીવન સુરક્ષાનું મહત્વ સમજાવ્યું હતું. આ અવસરે જિલ્લા વિભાગીય મંત્રી શંખેસરાસાહેબ, શાખા પ્રમુખ જિજ્ઞેશ રાવલ, ભા.વિ.પ.ના માર્ગદર્શક ડો.પરેશભાઈ મહેતા, મનિષભાઈ કોઠારી, જીગરભાઈ સોની, રાજુભાઈ સિન્ધી, શક્તિસિંહ સોલંકી, અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સગરસાહેબે ભારત વિકાસ પરિષદ સાથે જોડાવાની સંમતિ દર્શાવી હતી. કાર્યક્રમના અંતે ભારત વિકાસ પરિષદ, ખેડબ્રહ્માએ લોકોનો આભાર વ્યક્ત હતો.

રિપોર્ટ : ધીરુભાઈ (ખેડબ્રહ્મા)

IMG-20210205-WA0077.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!