જૂનાગઢ : મતગણતરીના સ્થળની 200 મીટરની ત્રિજ્યામાં ચાર કે તેથી વધુ લોકોએ ભેગા થવા પર પ્રતિબંધ

જૂનાગઢ : મતગણતરીના સ્થળની 200 મીટરની ત્રિજ્યામાં ચાર કે તેથી વધુ લોકોએ ભેગા થવા પર પ્રતિબંધ
Spread the love

જૂનાગઢ : જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૫ અને ૬ની પેટા ચૂંટણી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તેમજ કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ત્યારે મતગણતરીના દિવસોએ મતગણતરીના સ્થળે ચૂંટણીના પરિણામો જાણવા માટે મોટી સંખ્યામાં માણસો એકત્ર થવાની શક્યતાઓ રહેલી છે. ચૂંટણીના પરિણામોના કારણે પણ તેના પ્રત્યાઘાતો પડે તેવી સંભાવના છે. આ કારણે મત ગણતરીના સ્થળે તંગદીલી ભર્યુ વાતાવરણ ન સર્જાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ ૧૪૪ હેઠળ અમુક કૃત્યો પર પ્રતિબંધ મુકવા માટે જૂનાગઢ જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટર ડો.સૌરભ પારધીને ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ ચૂંટણીની મત ગણતરી જ્યાં થનાર છે.

તે સ્થળો ખાતે મત ગણતરીના સ્થળની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં મતગણતરીના દિવસે એટલે કે મહાનગરપાલિકા ચૂંટણીની મતગણતરી તા.૨૩/૨/૨૧ના રોજ તથા જિલ્લા/તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી તા.૨/૩/૨૧ના રોજ રાત્રીના ૧૨ કલાકથી મત ગણતરીની કામગીરી પર્ણ થતા સુધીના સમય માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ ચાર કે તેથી વધુ માણસોએ એકી સાથે ભેગા થવું નહી, જાહેર સુલેહશાંતી જોખમાય તેવા સુત્રો પોકારવા નહી, જાહેર સુલેહશાંતી જોખમાય તેવી અફવાઓ ફેલાવી નહી, કોઇ પણ વ્યક્તિએ લાઠી અગર ઇજા થાય તેવા હથિયાર સાથે રાખીને ફરવું નહી.

કોઇ વ્યક્તિએ કોઇ પણ જાતના વિસ્ફોટક પદાર્થો અગર આગ લાગે તેવા કોઇ પદાર્થ સાથે રાખો નહી, કોઇ વ્યક્તિએ કોડ લેસ ફોન, મોબાઇલ ફોન, વારલેસ સાથે પ્રવેશવું નહીં, મતગણતરી ખંડની અંદર અધિકૃત અધિકારીએ જેમને અધિકૃત કરી ઓળખપત્ર આપેલ છે તે સિવાયની કોઇપણ વ્યક્તિએ પ્રવેશવું નહીં જો કે, ચૂંટણી ફરજ પર હોય અને ચૂંટણી પંચના તત્કાલીન આદેશાનુસાર અધિકૃત કરાયેલ હોય તેવા અધિકારી/કર્મચારીને આ હુકમ લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ

IMG-20210208-WA0046.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!