ડભોઇ તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં 70% મતદાન

ડભોઇ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકા નું ગતરોજ શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું.ડભોઇ નગરપાલિકા ના 9 વોર્ડ માટે કુલ 68.99% મતદાન થયું હતું જયારે ડભોઇ તાલુકાપંચાયત ની 20 અને જિલ્લા પંચાયત ની 4 સીટો માટે 74.27% મતદાન થયું હતું.મહાનગરપાલિકા ની ચૂંટણી ના પ્રમાણ માં ગ્રામ્ય વિસ્તાર ની પ્રજા એ સારું મતદાન કર્યું હતું.અને સવાર થી જ મત આપવા માટે લાંબી કતારો જોવા મળી રહી હતી.સાંજે 6 વાગ્યા સુધી મતદારો એ મત નાખ્યા હતા.ત્યાર બાદ તમામ ઈ.વી.એમ મશીન સીલ કરી ડભોઇ ખાતે આવેલ કોલેજ ના સ્ટ્રોન્ગ રૂમ માં મુકવામાં આવ્યા હતા.ઉંચુ મતદાન થતા ભાજપ તેમજ કૉંગ્રેસ બંને પક્ષો એ જીત ના દાવા કાર્ય હતા.2 માર્ચ ના રોજ કોલેજ ખાતે મતગણતરી થશે અને ઉમેદવારો નું ભાવિ નક્કી થશે કયો પક્ષ કેટલી બેઠક મેળવે છે તે સ્પષ્ટ થઇ જશે.