રાજકોટ : 38 સરકારી અને ખાનગી હોસ્પિટલમાં નામાંકિત નાગરિકોએ રસી લીધી

કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરમાં આજે તા.૧-૩-૨૦૨૧થી શહેરની ૨૪ સરકારી અને ૧૪ ખાનગી હોસ્પિટલો એમ કુલ-૩૮ હોસ્પિટલોમાં કોરોના સામેની રસીકરણના ત્રીજા તબક્કાનો પ્રારંભ થયો છે. જેમાં શહેરના સંતો, નામાંકિત મહાનુભાવો, તેમજ મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ સહિતના મહાનુભાવોએ રસી લીધી હતી. સિનિયર સિટીઝન વેક્સિન લેવામાં ડર ના રાખે તે માટે રસીકરણના ત્રીજા તબક્કાના પ્રથમ દિવસે જલારામ હોસ્પિટલ ખાતે સવારે ૯ વાગ્યે સિનિયર સિટિઝનો અને ૯.૩૦ વાગ્યે સંતોએ કોરોના વેકસીન લીધી હતી. ચિત્ર નગરી પરિવારના આશરે 30 લોકો સવારે ૧૧.૦૦ વાગ્યે સદર બજારના આરોગ્ય કેન્દ્ર રેડ ક્રોસ, કુંડલિયા કોલેજની બાજુમાં સ્લોગન લખેલા વાક્યો વેક્સિન થી ડરો નહિ અચૂક વેક્સિન મુક્કાવવો, સરકારને સપોર્ટ કરીએ વેક્સિન મુકાવવીએ વગેરે સલોગનના પ્લે કાર્ડ સાથે ઉત્સાહપૂર્વક વેક્સિન લીધી હતી. કોરોના રસીકરણ અભિયાન અનુસંધાને જાગૃતિ માટેના આ અભિયાનમાં જોડાવવા વધુને વધુ સિનિયર લોકોને પ્રેરણા મળે તે માટે શહેરના અનેક નામાંકિત નાગરિકોએ આજે વેક્સીન લીધી હતી.
જેમાં બી.એ.પી.એસ.ના સંતો, આર્ષ વિદ્યા મંદિરના સંતશ્રી સ્વામી પરમાત્માનંદજી, શ્રી.અલ્કાબેન અભયભાઈ ભારદ્વાજ, ભૂતપૂર્વ મેયર શ્રી.ગોવિંદભાઈ સોલંકી, ભૂતપૂર્વ ડેપ્યુટી મેયરશ્રી જશુમતીબેન વસાણી, ભૂતપૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનશ્રી બીપીનભાઈ અઢીયા, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલરશ્રી ડૉ.કમલેશ જોશીપુરા, ભૂતપૂર્વ કોર્પોરેટરશ્રી મીનાબેન પારેખ, શેઠ બિલ્ડર્સના શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ અને શ્રી મુકેશભાઈ શેઠ, એડવોકેટશ્રી જયંત પંડ્યા, ડૉ.નિલેશ શાહ, જોહર કાર્ડસવાળા શ્રી યુસુફભાઈ, રાજકોટ નાગરિક સહકારી બેન્કના શ્રી નિલેશભાઈ શાહ, ભૂતપૂર્વ કોર્પોરેટર શ્રી.મુરલીભાઈ દવે, ગેલેક્સી સિનેમા ગ્રુપના શ્રી.રશ્મીકાંત પટેલ તથા શ્રી.રાજેન્દ્રભાઈ પટેલ, ભાજપ અગ્રણીઓશ્રી મેહુલભાઈ શાહ, શ્રી.અનિલભાઈ પારેખ, તેમજ બિઝનેસમેન શ્રી અરવિંદભાઈ લાખાણી, શ્રી મુકેશભાઈ દોશી, સરગમ ક્લબના પ્રમુખશ્રી ગુણવંતભાઈ ડેલાવાળા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી વી.પી.વૈષ્ણવ વગેરે મહાનુભાવોએ વેક્સીન લીધી હતી.
તા.૧ માર્ચ ૨૦૨૧ના રોજ થી ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા (તા.૧-૧-૨૦૨૨ સ્થિતિએ) તથા ૪૫ થી ૫૯ વર્ષ ઉંમરના અન્ય રોગ ધરાવતા (ઉંમર-૧-૧-૨૦૨૨ સ્થિતિએ અને બીમારી અંગેનું રજીસ્ટર્ડ મેડીકલ પ્રેક્ટીસનર નું પ્રમાણપત્ર) નાગરિકોને રસી આપવામાં આવશે. તબક્કાવાર સરકારી દવાખાના, C.G.H.S તથા P.M.J.A.Y/M.A yojana અંતર્ગતની ખાનગી હોસ્પિટલોમાં રસી આપવામાં આવશે. સરકારી દવાખાનામાં રસી વિનામુલ્યે આપવામાં આવશે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં રૂ.૧૦૦/- વહીવટી ખર્ચ અને રૂ.૧૫૦/- રસીની કિંમત લાભાર્થી પાસેથી લેવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રીજા તબક્કાના રસીકરણ અભિયાન માટે આવતીકાલથી શરૂઆતના તબક્કે ૩૮ હોસ્પિટલોમાં (૨૪-સરકારી+૧૪-ખાનગી) રસીકરણની કામગીરી કરવામાં આવશે.
ત્યારબાદ ક્રમશ તેમાં વધારો કરવામાં આવશે. રસી માટે લાયક લાભાર્થી કોવિન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લીકેશનમાં ઓનલાઇન સજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી લઇ શકશે અથવા રસીકરણના સ્થળ પર જઇને નોંધણી કરાવી રસી લઇ શકશે. નોંધણી માટે આધારકાર્ડ અને જો આધારકાર્ડ ઉપલબ્ધ ના હોય તો નિયત કરેલ ઓળખકાર્ડ પૈકી કોઇપણ એક ઓળખકાર્ડ તથા ૪૫-૫૯ વર્ષના કોમોર્બીડ સ્થિતી લાભાર્થી ને રજીસ્ટર્ડ મેડીકલ પ્રેક્ટીસનર નું પ્રમાણપત્ર ફરજીયાત રજુ કરવાનું રહેશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલ ખાતે રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે, હાલ જે સરકારી હોસ્પિટલ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે.
જેમાં પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ, કામદાર રાજ્ય વીમા યોજના હોસ્પિટલ, સદર U.H.C, જંકશન U.H.C, રામનાથપરા U.H.C, નારાયણનગર U.H.C, A.H.M.P U.H.C, ન્યુ રઘુવીર U.H.C,હુડકો U.H.C, ભગવતીપરા U.H.C, મોરબી રોડ U.H.C, I.M.A U.H.C, કબીરવન U.H.C, રામપાર્ક U.H.C, C.V.D U.H.C, પ્રણામી ચોક U.H.C, કોઠારીયા U.H.C, શ્યામનગર U.H.C, વિજય પ્લોટ U.H.C, નાનામવા U.H.C, નંદનવન U.H.C, મવડી U.H.C અને આંબેડકર U.H.Cનો સમાવેશ થાય છે. રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલ ખાતે રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં અનિષ હોસ્પિટલ, બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ, ક્રાઈસ્ટ હોસ્પિટલ, H.C.G હોસ્પિટલ, જલારામ રઘુકુલ સાર્વજનિક હોસ્પિટલ, ઓલયમ્પસ હોસ્પિટલ, રાજકોટ કેન્સર સોસાયટી હોસ્પિટલ, સદભાવના હોસ્પિટલ, શ્રી સત્યસાઈ હાર્ટ હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, યુનિકેર હોસ્પિટલ, વેદાંત હોસ્પિટલ, વોકહાર્ટ હોસ્પિટલ અને લોટસ હોસ્પિટલનો સમાવેશ થાય છે.
આ રસીકરણ સંદર્ભે ગઈકાલે તા.૨૮-૨-૨૦૨૧ના રોજ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે ત્રણેય નાયબ કમિશનરશ્રીઓ શ્રી બી.જી.પ્રજાપતિ, શ્રી એ.આર.સિંહ અને શ્રી.ચેતન નંદાણી ઉપરાંત આરોગ્ય અધિકારી ડૉ.લલિત વાંઝા, નાયબ આરોગ્ય અધિકારીશ્રીઓ ડૉ.પંકજ રાઠોડ, ડૉ.મનીષ ચુનારા, તેમજ અન્ય તબીબો અને તમામ વોર્ડના વોર્ડ પ્રભારીઓ અને અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી. જેમાં વોર્ડ પ્રભારીઓને પોતાના વોર્ડમાં રસીકરણની વ્યવસ્થા અને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. તેમજ ખાનગી હોસ્પિટલ ખાતે રસીકરણ બાબતે સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને તમામ વરિષ્ઠ અધિકારીશ્રીઓએ પોતાના ઝોન અને વોર્ડમાં રસીકરણની કામગીરી માટે જરૂરી આયોજન અને વ્યવસ્થા ગોઠવી હતી.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)