જ્વેલરીના શોરૂમમાં વાછરડા માટે શૉપિંગ

સામાન્ય સંજોગોમાં ગાયને કોઈ પણ સ્ટોરની સામે કોઈ ઊભી રહેવા દેતું નથી ત્યારે ગુજરાતમાં કોટિયા ગામે લહેરગિરિબાપુના આશ્રમમાં ૧૦-૧૧ માર્ચે ગૌક્રાન્તિ યજ્ઞ થવાનો છે એમા પોતાના વાછરડા ‘ભોલે’ અને વાછરડી ‘મહાકાલી’ સાથે ગૌપ્રેમી વિજય પરસાણા જવાના છે. શોરૂમમાં પરિવારના સભ્યો સાથે માથે કૅપ પહેરેલા વિજય પરસાણા અને તેમના બે વાછરડાશોરૂમમાં પરિવારના સભ્યો સાથે માથે કૅપ પહેરેલા વિજય પરસાણા અને તેમનાં બે વાછરડા…
સામાન્ય સંજોગોમાં ગાયને કોઈ પણ સ્ટોરની સામે કોઈ ઊભી રહેવા દેતું નથી ત્યારે ગુજરાતમાં કોટિયા ગામે લહેરગિરિબાપુના આશ્રમમાં ૧૦-૧૧ માર્ચે ગૌક્રાન્તિ યજ્ઞ થવાનો છે એમાં પોતાના વાછરડા ‘ભોલે’ અને વાછરડી ‘મહાકાલી’ સાથે ગૌપ્રેમી વિજય પરસાણા જવાના છે ત્યારે આ બન્ને વાછરડાંને શણગારવા માટે જ્વેલરી ખરીદવા વિજય પરસાણા ગઈ કાલે અમદાવાદમાં સૅટેલાઇટ વિસ્તારમાં આવેલા એ. બી. જ્વેલર્સના શોરૂમમાં ગયા હતા. આશ્ચર્યની વાત તો ત્યારે બની જ્યારે બે વાછરડાં માટે દોઢ કિલો ચાંદીનાં ઘરેણાં ખરીદ્યા પછી એનું એક રૂપિયો પેમેન્ટ શોરૂમે લીધું નહીં.