મેકડોનાલ્ડ્સ ઈન્ડિયાએ મેકકેફે મેનુમાં બે ઈમ્યુનિટી વધારતાં પીણાં ઉમેર્યાં

આરોગ્યવર્ધક, ઈમ્યુનિટી વધારતાં ખાદ્યો અને પીણાંઓ માટે ગ્રાહકોની વધતી અગ્રતાઓ સાથે ખભેખભા મિલાવી રાખતાં મેકડોનાલ્ડ્સ ઈન્ડિયા (વેસ્ટ અને સાઉથ) દ્વારા બે નવા ઉમેરા- ટર્મરિક લેટ્ટે અને મસાલા કડક ચાય તેના મેકકેફે મેનુમાં ઉમેરવામાં આવ્યા હોવાની ઘોષણા કરી છે. ઈમ્યુનિટી નિર્માણ કરવી તે ગયા વર્ષથી અમારા મનમાં સૌથી ઉપર અને જીભની ટોચ પર છે અને તે ખાસ કરીને આજના સમયમાં અત્યંત મહત્ત્વપૂર્ણ બની ગયું છે.
મેનુમાં નવા ઉમેરા વિશે બોલતાં મેકડોનાન્ડ્સ ઈન્ડિયા (વેસ્ટ અને સાઉથ)ના માર્કેટિંગ અને કોમ્યુનિકેશન્સના ડાયરેક્ટર અરવિંદ આરપીએ જણાવ્યું હતું કે મેનુ ઈનોવેશન અમારે માટે એકધાર્યો પ્રવાસ છે અને અમે મેકકેફી મેનુમાં આ નવી ઓફરો રજૂ કરવા ભારે રોમાંચિત છીએ, જે ભારતીય સ્વાદને સંતોષવા માટે ઘડવામાં આવ્યું છે. અનેક અધ્યયનો અને સંશોધનોમાં એવું જોવા મળ્યું છે કે ગ્રાહકો ઈમ્યુનિટી સુધારતી રેસિપીઓ અને પ્રોડક્ટો સક્રિય રીતે પસંદ કરતા હોય છે. ગ્રાહકોની અપેક્ષાઓમાં હંમેશાં આગળ રહેલી બ્રાન્ડ તરીકે આ ઉમેરો અમારા ગ્રાહકોને સુસંગત પસંદગીઓ આપે છે.
આ નવાં પીણાં સ્વાદિષ્ટ હોવા સાથે હળદર, કાળા મરી અને આદું જેવી ઈમ્યુનિટી વધારતી સામગ્રીઓથી પણ ભરચક છે, જે તમારા શરીરને ડિટોક્સિફાઈ કરે છે, રુધિરનું આરોગ્ય સુધારે છે, ચેપ સામે લડે છે અને ઘણા બધા વધુ આરોગ્યના લાભો આપે છે. ટર્મરિક લેટ્ટી હળદરના દૂધ પર અજોડ વળાંક છે, જે યુગ જૂનો આયુર્વેદિક ઉપાય ખાંસી, શરદી, નાક બંધ અને ઘણી બધી વધુ બીમારીઓને રોકવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ પીણાંઓ હળદરની સારપથી ભરચક હોય છે અને તેમાં એલચી અને કેસર જેવી અન્ય ઈમ્યુનિટી સુધારતી સામગ્રીઓ પણ છે, જે એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી- ઈન્ફ્લેમેટરી ગુણોથી સમૃદ્ધ છે.
મસાલા કડક ચા આ પારંપરિક પીણા માટે ભારતીય ગ્રાહકોનો પ્રેમ અને ભાવનાથી પ્રેરિત કપમાં કમ્ફર્ટ છે. એ લેટ્ટી ટેક્સ્ચર્ડ છે અને તમને તુરંત ઊર્જા આપવા માટે હર્બ્સ અને મસાલાઓથી સમૃદ્ધ છે.! આ નવાં ઈમ્યુનિટી વધારતાં પીણાં બધા મેકકેફે સ્ટોર્સમાં મળશે. ગ્રાહકો સંપર્કરહિત ડિલિવરી, સંપર્કરહિત ટેકઆઉટ, ઓન ધ ગો થકી અથવા તેમના નજીકના મેકકેફે આઉટલેટમાંથી આ પીણાંના ઓર્ડર આપી શકે છે. મેકકેફેમાં સ્વાદિષ્ટ ગરમાગરમ અને કોલ્ડ કોફી વિકલ્પો ઉપરાંત લગભગ 20 નોન- એરેટેડ ડેરી અને ફ્રૂટ આધારિત પીણાં છે. મેકડોનાલ્ડ્સ તેમના ગ્રાહકો અને કર્મચારીઓની સંપૂર્ણ સુરક્ષાની ખાતરી રાખવા માટે તેમના સુવર્ણ બાંયધરી વચનના ભાગરૂપે કઠોર સેફ્ટી અને હાઈજીન પ્રોટોકોલ્સનું પાલન કરે છે.
👇🏼
YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.
👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured
☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777
લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:
ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947