સમસ્ત હિન્દુ ધોબી સમાજ યુવક મંડળ , જૂનાગઢ દ્વારા સમુહલગ્ન યોજાયા

સમસ્ત હિન્દુ ધોબી સમાજ યુવક મંડળ , જૂનાગઢ આયોજિત, સત્યમ સેવા યુક મંડળ જૂનાગઢ ના સહકાર થી તા.7/3/21 રવિવાર મહા સુદને નોમ ના રોજ આપણા ધોબી સમાજ ની બે દીકરી – કન્યાઓને કરિયાવર આપી બંન્ને ના લગ્ન કરાવી આપેલ. આ પ્રસંગે યુવક મંડળ ના પ્રમુખ મનસુખભાઇ વાજા, પ્રગનેશભાઈ વાજા, અલ્પેશભાઈ પરમાર, છોટુભાઈ વાજા, હસુભાઈ મારૂ, દિનેશભાઈ વાજા, અનિલભાઈ ગોહેલ, મધુકાંતભાઈ વાળા, અશોકભાઈ સોલંકી, જેન્તીભાઇ વાજા, લખમણભાઇ સોલંકી, પરશુરામભાઈ ચોર્યાશી ધોબી સમાજ ના પ્રમુખ ધીરુભાઈ ગોહેલ ,ધોરાજી ,જેતપુર સમૂહલગ્ન સમિતિના પ્રમુખ મનસુખભાઇ જેઠવા, રમેશભાઈ ગોહેલ તથા અન્ય કાર્યકર્તાઓ આ પ્રસંગે હાજર રહી બંને નવદંપતીને શુભ આશીર્વાદ આપેલ.બંને કન્યાઓને 65-65 વસ્તુ કરિયાવર માં આપેલ. બંને કન્યાઓની આર્થિક પરિસ્થતી નબળી હોય અમદાવાદ ચિ. મનીષાબેન શૈલેષભાઈ રાઠોડ જે અમદાવાદ છે તેમના પિતાશ્રી શૈલેષભાઈ રાઠોડ ને પેરેલીસિસ થતા આર્થિક રીતે નબળા પડતા આજ રોજ જૂનાગઢ ધોબી સમાજ યુવક મંડળ ના સહકાર થી આ લગ્ન કરી આપવામાં આવેલ છે. જૂનાગઢ ની દીકરી સંગીતાબેન ના પુનર્લગ્ન કરી આપેલ છે. તેમને કરિયાવર સાથે જમણવાર નો સહકાર યુવક મંડળ ધોબી સમાજ જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળ ના સહકાર થી કરી આપેલ છે.. આ પ્રસંગે સત્યમ સેવા યુવક મંડળ ના કાર્યકર શ્રીઓ હાજર રહી પ્રસંગને દીપાવેલ. રાજકોટ થી રમણીકભાઇ મોડાસીયા પ્રગનેશભાઇ બી. વાજા મનસુખભાઇ એમ.વાજા જૂનાગઢ.
રિપોર્ટર પિયુષ વાજા જસદણ