બાસ્કાનાં કોટમૈડા ગામમાં આવેલ ગ્રામપંચાયતની સરકારી પડતર જમીનમાં ઉભા વૃક્ષો વગર મંજૂરીએ કપાયા

જાણવા મળતી માહિતી મુજબ કોટમૈડાના અમુક ઈસમોએ વગર મન્જુરી એ ઝાડ કપાવી ને વેચાણ કરતાં ની વાત વાયુ વેગે પ્રસરતા આ વૃક્ષો ને કટિંગ કરાવતા હોવાની વાત બાસ્કા ગૃપ ગ્રામ પંચાયતના તલાટી અનેં સરપંચ શ્રી ને મળતા તેવોની અટકાયત કરાવી હતી ત્યાર બાદ મળતી માહિતી મુજબ બાસ્કા મુકામે વૃક્ષો કટિંગ કરવનાર ને બાસ્કા પંચાયત ઓફિસે બોલાવી જવાબ પાંચક્યાસ કરતા કોટમૈડા ગામનાં ઝાડ કપાવાનારએ જણાવ્યું કે અમો એ ઝાડ અમારા મંદિરના નિર્માણ કામ માટે આ ઝાડ કાપેલ છે.
વધુમાં ગોરસમ આંબલી નંગ 7 અનેં ગાંડાબાવલ નંગ 6 કપાવેલ છે તેની કબૂલાત કરી જવાબ પાંચક્યાસ કરી બાસ્કા ગામના તલાટીશ્રી એ આ રીપોર્ટ હાલોલ મલતદાર ને રૂબરૂ મોકલેલ હોવાનું જાણવા મળેલ છે. વધુમાં અગાવ પણ આવીજ રીતે તળાવ ની પાલોના ઝાડો વગર મનુજૂરીએ કપાવેલ હોવાનું ચર્ચાતા અનેં સરકારી ઝાડો નૂ આવી જ રીતે પંચાયત ની મન્જુરી વગર કપવતા રહેશે કે શુ? અનેં મન્દીર ના નામે કોઈ તેવોના રોટલા તો નથી શેખતો તે એક મોટો પ્રશ્ન પ્રજામાં ઉભો થયેલ છે ? શુ આ ઝાડો કાપી ને ખરેખર તેના પૈસા મંદિર માં વાપરવામાં આવે છે કે કેમ તેવું લોકમુખે ચર્ચા નો વિષય બન્યો છે.