આશાવર્કરોને કાયમી કરવા માટે રજૂઆત કરવામાં આવી

થરાદ તાલુકા કોંગ્રેસ સેવા દળના પ્રમુખ રમેશભાઈ ત્રિવેદી એ ગત તા ૯ માર્ચ ના રોજ આપણા દેશના વડાપ્રધાન મોદીને પત્ર લખી રજૂઆત કરી હતી કે હાલના સમયમાં જે આશા – વર્કર બહેનો નોકરી કરે છે , તેઓને કાયમિક કરવામાં આવે કારણકે તેઓ પોતાના ઘરની ચિંતા કર્યા વગર સ્વાસ્થ્ય ની ચિંતા મૂકી આરોગ્ય કેન્દ્રમાં માં આવે છે.
જે મા હાલમાં ચાલતી કોરોના જેવી ગંભીર બીમારી કારણે તેમના બાળકો અને ઘરના અન્ય સભ્યો પણ હેરાનગતિ ભોગવે છે . અને તેઓને હાલમાં આપવામાં આવેલ વેતન – ભથ્થા પ્રમાણે આવા મોંઘવારી ના સમયમાં પણ ખુબજ તકલીફ વેઠવી પડે છે , જેથી આ આશાવર્કર બહેનોના વેતન- ભથ્થામાં વધારો કરવામાં આવે અને તેઓને નોકરીમાં કાયમિક કરવામાં આવે તેવી માંગ કરી હતી.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ