માણાવદર સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવ સંપન્ન : ઉમટી પડેલી હજારોની મેદની

સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય મુખ્ય તીર્થધામોમા માણાવદર સ્વામિનારાયણ મંદિરનો પણ અગત્યના તીર્થસ્થાન રૂપે સમાવેશ થયો છે ભગવાન સ્વામિનારાયણ શ્રી હરિ અહીં અનેક લીલાઓ કરી હતી જેની સ્મૃતિ રૂપે ભગવાન શ્રીહરિ ની સ્મૃતિ તાજી કરાવતા અને સ્મૃતિ ચિન્હ અહીં મોજુદ છે તેના દર્શન કરવા અનેક રાજ્યોમાંથી પ્રવાસીઓ તથા વિદેશના પ્રવાસી ભક્તો અહીં આવે છે
શ્રી હરિએ અહીં સૌપ્રથમ ભવ્ય શાકોત્સવ કરેલો અને તેની પરંપરા રૂપે દર વર્ષે અહીં શાકોત્સવ યોજાય છે નવાબીકાળમા નવાબની ત્રણ બેગમોએ સહજાનંદ મહારાજ તથા મયારામ ભટ્ટ ના સાનિધ્યમાં સ્વામિનારાયણ ની કંઠી અંગીકાર કરી હતી જે નોંધનીય બાબત છે
ભગવાન શ્રી હરિએ લોયા, ગોંડલ , માણાવદર વગેરે શહેરોમાં શાકોત્સવનું આયોજન કરેલું તેની પરંપરા રૂપે આજે પરમ પૂજ્ય સદગુરુ સ્વામી નિત્યસ્વરૂપદાસજી સરધાર ના સાનિધ્યમાં સ્વામી મંદિર ખાતે ભવ્ય શાકોત્સવ યોજાયો જેમાં તાલુકાભરમાંથી મોટી જનમેદની મંદિરે ઉમટી હતી અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો તથા મંદિરમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજ આદિક દેવોના દર્શન તથા પૂજ્ય સંતો ના આશીર્વાદ લીધા હતા
મંદિરના કોઠારી સ્વામી મોહન પ્રકાશદાસજી તથા સેવકોના સઘન પ્રયાસ થી કોરોનાની સ્થિતિમાં માસ્ક પહેરવા બાબતે ખાસ તાકીદ કરવાથી લોકોએ કોરોના ગાઇડલાઇનનુ પાલન કર્યું હતું હકડેઠઠ મેદની વચ્ચે સ્વામી પોતે વ્યવસ્થા કરતા જોવા મળ્યા હતા
રિપોર્ટ : જીગ્નેશ પટેલ માણાવદર