રાજકોટ થી ખોડલધામ સુધી અશ્વસવારી થી અશ્વપ્રેમી ની “અશ્વયાત્રા”

રાજકોટ થી ખોડલધામ સુધી અશ્વસવારી થી અશ્વપ્રેમી ની “અશ્વયાત્રા”
Spread the love

“ખોડલધામ મંદિર ના પુજારીશ્રી દ્વારા તમામ અશ્વ નું વિશેષ પૂજન”

રાજકોટ – કહેવાઈ છે, રાજકોટ એટલે રંગીલું શહેર છે, ત્યારે આ રંગીલા શહેર ના લોકો પણ એટલા જ રંગીલા છે, એમનો રંગ પણ લાજવાબ છે, જી હા વાત કરી રહ્યા છીએ અશ્વપ્રેમી યુવાનો ની એમને ૧૪.૩.૨૦૨૧ ના રોજ રાત્રે રાજકોટ થી અશ્વાયાત્રા ની શરૂઆત કરી જેમાં ૧૨ થી વધુ અશ્વ લઈને આ યુવા ગ્રુપ માં ખોડલ ને ધામ એવા રૂડા કાગ્વડ ગામ ખાતે વહેલી સવારે ૮. ૦૦ વાગ્યે ખોડલધામ પહોચ્યા, આ અશ્વ્યાત્રા માં રાજકોટ તથા એમની આજુબાજુ ના ગામ ના અશ્વ પ્રેમી લોકો દ્વારા આ સુંદરમજાની અશ્વસવારી – યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું , શાસ્ત્ર માં જેમનું વિશેષ મહત્વ છે ભગવાન રામ એ પણ અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો , ત્યારે આ ૧૨ અશ્વ નું ખોડલધામ મંદિર ખાતે મંદિર ના પુજરીશ્રી દ્વારા પૂજન કરવામાં આવ્યું એમને હાર પહેરાવી માં ખોડલ ની પ્રસાદી રૂપે માં ની ચુદડી તમામ અશ્વ ને બાંધવામાં આવી, આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન અશ્વપ્રેમી દિશાંત ધડુક, હર્ષિલ પટેલ , ચિરાગ પાદરીયા , આર જે જય સાકરિયા , દ્વારા કરવામાં આવ્યું હતું , આ અશ્વ યાત્રા માં યુથ આઇકોન હાર્દિક સોરઠીયા, ઘનશ્યામ સોરઠીયા , વિશાલ પટેલ , દિગપાલસિંહ જાડેજા , મયુરરાજસિંહ જાડેજા, યુવરાજભાઈ, ધ્રુમલ આહીર , અજુભા જાડેજા, યશ મોલિયા વગેરે અશ્વપ્રેમી યુવાનો આ સાથે જોડાયેલા હતા, આ તકે ઉમેરવું અનિવાર્ય છે કે આ સાથે ખોડલધામ ખાતે અનેક લોકો સાઈકલયાત્રા, પદયાત્રા , બાઈક યાત્રા દ્વારા ખોડલધામ આવવા માટે નું આયોજન કરતા હોઈ છે,

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!