લીંબડી નગરપાલિકામાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી

લીંબડી નગરપાલિકામાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી
Spread the love

તાજેતરમાં જ લીંબડી નગરપાલિકા ની ચૂંટણી નું પરિણામ આવી જતા ભાજપ પક્ષે 28 બેઠક મળીને સતા હાંસલ કરી છે કરી હતી ત્યારે આજે લીંબડી નગરપાલિકા માં લીંબડી ડેપ્યુટી કલેકટર તેમજ લીંબડી ચીફ ઓફિસર ના અધ્યક્ષ સ્થાને બેઠક મળેલ અને લીંબડી નગરપાલિકા ના પ્રમુખ – ઉપપ્રમુખ તરીકે નામો જાહેર કરી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી જેમાં નગરપાલિકા પ્રમુખ તરીકે જિજ્ઞાષાબેન ઉર્ફે બેલાબેન શુક્લ, અને ઉપપ્રમુખ તરીકે ગીતાબેન જે. મકવાણા ત્યારે બીજી તરફ કારોબારી ચેરમેન તરીકે મનુભાઈ જોગરાણા પક્ષના નેતા તરીકે રઘુભાઈ પટેલ અને દંડક તરીકે ભરતસિંહ એમ. ઝાલાની વરણી કરવમાં આવી હતી આ કાર્યક્રમ માં ભાજપ માં થી ચૂંટાયેલા તમામ સદસ્યો તેમજ પૂર્વ ચેરમેન શંકરલાલ દલવાડી, લીંબડી શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ શેઠ, મંત્રી બીપીનભાઈ પટેલ, રાજુભાઇ ભરવાડ, યશવંતસિંહ પરમાર, દેવાભાઈ સોની, કિશોરસિંહ રાણા, પ્રતિમાબેન રાવલ, કાજલબેન શેઠ, પ્રીતિબેન ભટ્ટ, તેમજ ભાજપ ના કાર્યકરો માં ઉત્સાહ જોવા મળ્યો હતો.

કલ્પેશ વાઢેર (સુરેન્દ્રનગર)

IMG-20210316-WA0004-2.jpg IMG-20210316-WA0003-1.jpg IMG-20210316-WA0005-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!