માલપુર તાલુકા પંચાયતની ઘોર બેદરકારી સામે આવી

માલપુર તાલુકામાં છેલ્લા 3 મહિના થી માલપુર તાલુકા માં લાગેલ સ્ટેટ લાઈટનું બિલ માલપુર ગ્રામ પંચાયત દ્વારા ભરવામાં આવ્યું જ નથી. જેના કારણ માલપુર તાલુકામાં લાગેલ સ્ટેટ લાઈટનું કનેકશન માલપુર UGVCL દ્વારા કટ કરવામાં આવ્યું હતું. જેના પગલે માલપુરની જાહેર જનતાને સ્ટેટ લાઈટ વગર પરેશાની જેલવી પડી હતી. 4 વખત UGVCLની નોટીસો આપવા છતાં એ પંચાયત દ્વારા બિલ ભરવામાં આવ્યું નથી. જેમાં બિલની કુલ રકમ રૂ/ 2,09000 જેટલી રકમ હજુ શુધી ભારવામા આવી નથી. આમ પંચાયત તંત્રની ઘોર બેદરકારીને કારણ ક્યાં સુધી માલપુરની જનતાને કનેક્શન વગર ભારે હાલાકીનો સામનો કરવો પડશે
ધર્મેન્દ્ર રાઠોડ (માલપુર)
લોકાર્પણ ન્યૂઝ