ધૈર્યરાજસિંહની મદદ માટે હળવદના સેવાભાવી યુવાનો દ્વારા 1,39,000 માતબર રકમનું દાન

ગુજરાત ના મહીસાગર જિલ્લાના ધૈર્યરાજસિંહ ગંભીર બીમારીના લીધે મોંઘી સારવાર માટે ગુજરાત ભર ના અનેક સ્થળોએ દાન એકત્ર કરવામાં આવી રહ્યું છે ત્યારે તે અનુસંધાને હળવદના યુવાનોએ પણ હળવદ શહેરની શેરીયો ગલિયો માં ફરી અને ધૈર્યરાજસિંહ માટે 1.39 લાખ જેવી માતબર રકમનું દાન એકત્ર કર્યું હતું અને ધૈર્યરાજસિંહના નિવાસસ્થાને રૂબરૂ જઈને ધૈર્યરાજસિંહમાં પિતાશ્રીને ચેક અર્પણ કર્યો હતો જેમાં હળવદના સેવાભાવી યુવાનો સર્વે શ્રી દિનેશભાઈ ભરવાડ, હિતેશભાઈ ભરવાડ, જીતેન્દ્રભાઈ ઠાકોર રાહુલભાઈ ભરવાડ બુટેશભાઈ ભરવાડ અને રાહુલભાઈ ઠાકોર રૂબરૂ સહાય આપવા ગયા હતા ત્યારે હળવદના યુવાનોએ સેવાની સુગંધ પ્રસરાવી ફરી એક વખત રાજ્યભરમાં હળવદનું નામ રોશન કર્યું હતું.