મેઘરજના ઓઢા કસાણા ગામે મકાનમાં આગની ઘટના

મેઘરજના ઓઢા કસાણા ગામે મકાનમાં આગની ઘટના
Spread the love
  • શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ઘરવખરી બળીને ખાખ
  • રોકડ રૂપિયા દાગીના અનાજ સહિત મત્તા આગમાં હોમાઈ
  • સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

અરવલ્લી જિલ્લાના મેઘરજ ના ઓઢા કસાણા ગામે રહેણાંક મકાનમાં આગની ઘટના સામે આવી. ગામના કાચા અને નળિયાવાળા મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક આગ લાગતા પરિવાર સહિત આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. ઘરમાં લાગેલી આગનું પ્રાથમિક અનુમાન શોર્ટસર્કિટ હોવાનું જાણવા મળી રહ્યું છે.

શોર્ટસર્કિટના કારણે લાગેલી આગ જોતજોતામાં વિકરાળ થઈ જતા આગમાં ઘરવખરી, અનાજ સહિત રોકડ રકમ સહિત નો સામાન બળી ને ખાખ થઈ ગયો હતો. આ આગ પર સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી બુજાવી હતી જોકે આગમાં પરિવારને ખાસુ એવું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી.

ઋતુલ પ્રજાપતિ (અરવલ્લી)

IMG-20210316-WA0038-2.jpg IMG-20210316-WA0037-1.jpg IMG-20210316-WA0035-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!