ડભોઇ નગરપાલિકાના પ્રમુખ તરીકે કાજલબેન દુલાણીની વરણી

ડભોઇ નગરપાલિકાની ચૂંટણી માં 21 સીટ પર વિજય મેળવી ભારતીય જનતા પાર્ટી દ્વારા બહુમતી સાથે સત્તા હાંસલ કરી હતી. જે પૈકી આજરોજ ડભોઇ સેવસાદન ખાતે નાયબ કલેકટરશ્રીની આગેવાનીમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. બંધ કવરના વ્હીપ ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષ ના ચૂંટાયેલા સભ્યોને આપવામાં આવ્યા હતા. જેમાં પ્રમુખ તરીકે કાજલબેન સંજયભાઈ દુલાણી (કાલી સિંધી) અને ઉપપ્રમુખ તરીકે મિતેશભાઈ પટેલ (એમ.એચ) આ ઉપરાંત કારોબારી સમિતિના ચેરમેન તરીકે વિશાલ વી શાહ તેમજ પક્ષના નેતા તરીકે બીરેન શાહ અને દંડક તરીકે મનોજભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી.
ડભોઇના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા(સોટ્ટા) દ્વારા નવનિયુક્ત બોડી ના સદસ્યોનું અભિવાદન કરી શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ ડભોઇના ઇતિહાસમાં સર્વપ્રથમ વાર સિંધી સમાજમાંથી મહિલા પ્રમુખ તરીકે કાજલબેન સંજયભાઈ દુલાણીની વરણી થતા સમસ્ત સિંધી સમાજમાં ખુશીની લાગણી જોવા મળી હતી સાથે જ સિંધી સમાજના આગેવાનો તેમજ મહિલા ઓ દ્વારા કાજલબેનનું ફુલહારથી સ્વાગત કરી શુભેચ્છા પાઠવી હતી.