રાજકોટ રાત્રિ કર્ફ્યૂને લઈને આવ્યા મોટા સમાચાર

રાજકોટ રાત્રિ કર્ફ્યૂને લઈને આવ્યા મોટા સમાચાર
Spread the love

રાજકોટ : રાજ્ય સરકારે આવતીકાલે તા.૧૭ માર્ચ ૨૦૨૧ થી ૪ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કર્ફ્યૂને આ વ્યવસ્થા ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી અમલમાં રહેશે. ૪ મહાનગરોમાં મંગળવાર ૧૬ માર્ચ સુધી રાત્રિ કર્ફ્યૂના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે ૧૨ થી સવારે ૬ વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. નવેમ્બર મહિનામાં દિવાળી બાદ કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધવાથી તકેદારીના ભાગરૂપે રાજ્ય સરકારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનું એલાન કર્યું હતું. ગુજરાતમાં પ્રતિદિન ૧૫૦૦ થી ૧૬૦૦ નવા કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યાં હતા. જેમાંથી મોટાભાગના દર્દીઓ આ ૪ મુખ્ય શહેરોમાં જ નોંધાતા હતા.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!