રાજકોટ ના મેયર ડો.પ્રદીપ ડવ અને લોકસાહિત્યકાર દેવાયત ખવડ પણ ફંડ એકત્ર કરવા માટે રસ્તા પર ઉતર્યા

રાજકોટ ના મેયર ડો.પ્રદીપ ડવ અને લોકસાહિત્યકાર દેવાયત ખવડ પણ ફંડ એકત્ર કરવા માટે રસ્તા પર ઉતર્યા
Spread the love

રાજકોટ ના ગંગોત્રી ગ્રુપ દ્વારા સેવાની અનોખી પહેલ કરવામાં આવી છે. ગ્રુપના સભ્યો રસ્તા પર ઉતરી દાન એકત્ર કરી રહ્યાં છે. સાથે રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવ અને ભાજપના કોર્પોરેટરોએ પણ દાન એકત્ર કરી રહ્યાં છે. ક્ષત્રિય સમાજના જે.પી.જાડેજા સહિતના આગેવાનો પણ દાન એકત્ર કરી રહ્યાં છે. રાજકોટમાં ઓળખ છૂપાવી લોકો પોતાના સોનાના દાગીના દાનમાં આપી રહ્યાં છે. તેમજ સામાજિક સંસ્થાઓની સાથે સાથે વેપારી આલમ પણ ધૈર્યરાજસિંહની મદદે આવી રહ્યો છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર સાત હનુમાન મંદિર સામે આવેલા ગમારા પેટ્રોલિયમના માલિક હરિભાઈ ગમારાએ પણ આગામી તા.૧૮ માર્ચના રોજ દિવસ દરમિયાન થનાર પેટ્રોલ-ડીઝલના વેપારની રકમ ધૈર્યરાજની સારવારમાં આપવા નિર્ણય કર્યો છે. મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસર ગામમાં મધ્યમવર્ગીય રાઠોડ પરિવાર રાઠોડ પરિવારને આંગણે ધૈર્યરાજે જન્મજાત ગંભીર બીમારી સાથે જન્મ લીધો છે. જેને (Spinal Muscular Atrophy Fact Sheet) તરીકે ઓળખવામાં આવે છે. જેને ગુજરાતીમાં કરોડરજ્જુની સ્નાયુબદ્ધ એટ્રોફી ફેક્ટશિટ કહેવામાં આવે છે. ડોક્ટરોના કહેવા પ્રમાણે બાળકના ઈલાજ માટે ૧ વર્ષનો સમય છે.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!