ગાંધીનગરના મતદારોની આખરી યાદી પ્રસિદ્ધિ કરાઈ

મતદારો મનપા કચેરી સહિતની જગ્યાઓ પર યાદી જોઈ શકશે
મનપા વિસ્તારમાં 284 બુથોમાં કુલ 2,82,380 મતદારો
1,45,378 પુરુષ અને 1,36,993 સ્ત્રી અને 9 અન્ય મતદારો
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરાઈ છે. મનપા વિસ્તારમાં 284 બુથોમાં કુલ 2,82,380 મતદારો નોંધાયા છે, જેમાં 1,45,378 પુરુષ અને 1,36,993 સ્ત્રી અને 9 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ સાથે રાંધેજા ગ્રામ પંચાયત, પેથાપુર નગરપાલિકા, સે-28 વોર્ડ ઓફીસ, પાલજ યુપીએચસી સેન્ટર, સેક્ટર-29 વોર્ડ ઓફીસ, સે-16 વોર્ડ ઓફીસ, વાવોલ, સરગાસણ, કુડાસણ, કોબા, ભાટ અને ખોરજ ગ્રામ પંચાયત કચેરીઓમાં મતદાર યાદી જોવા માટે મુકાઈ છે. આ ઉપરાંત મનપા કચેરીની ગ્રાઉન્ડ ફ્લોર પર ટેક્સ શાખા ખાતે પણ મતદારયાદીની આખરી અહેવાલની વિગતો જોઈ શકાશે.