ગાંધીનગર મનપા વિસ્તારના 7 અસરગ્રસ્ત ગામના ખેડૂતોના પ્રતિક ઉપવાસ

ગાંધીનગર મનપા વિસ્તારના 7 અસરગ્રસ્ત ગામના ખેડૂતોના પ્રતિક ઉપવાસ
Spread the love

પ્લોટ, વેરામાં રાહત, દવાખાના, બગીચા જેવી સુવિધાઓ સહિતની પડતરી માંગણીઓને લઈને માગણી અસરગ્રસ્ત ગામનો ખેડૂતો દ્વારા પ્રતિક ઉપવાસ આંદોનલ ચાલી રહ્યું છે. પાટનગરની રચના માટે ઈન્દ્રોડા, બોરીજ, આદીવાડા, ધોળાકુવા, ફતેપુરા, પાલજ, બાસણ જેવા સાત ગામોની ખેતીની જમીન અપાઈ હતી.

આ ગામોનો અસરગ્રસ્ત ખેડૂતોને મળવાપાત્ર લાભો પુરેપુરા લાભ આપવામાં ન આવ્યા હોવા ન હોવાની રાવ છે. પાટનગરની જનતાની સરખામણીએ 7 ગામના રહીશોને ઓછી સુવિધા મળે છે, સફાઈવેરો, મિલકતવેરો વગેરેમાં સંપૂર્ણ માફી આપવાની માગણી પણ ગ્રામજનો કરી રહ્યા છે.

ગ્રામ્ય વિસ્તારોમાં લગ્નવાડી, રંગમંચ, બગીચા, દવાખાના જેવી સુવિધાઓ નથી. જેને પગલે અસગ્રસ્ત ખેડૂતોએ પ્રતિક ઉપવાસ આંદોનલ કરી રહ્યાં છે. 17 માર્ચે શરૂ થયેલા આંદોલનમાં અત્યાર સુધી ફતેપુરા, આદિવાડા, બોરીજ, ધોળાકુવામાં ઉપવાસ આંદોલન બાદ રવિવારે ઈન્દ્રોડા ગામે ગ્રામજનોએ પોતાની માંગણી સાથે દેખાવો કર્યા હતા.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!