સુરત ટેક્સટાઇલ માર્કેટમાં સ્થિતિ નીહાળવા પાલિકાની ટીમ પહોંચી

સુરત ટેક્સટાઇલ માર્કેટમાં સ્થિતિ નીહાળવા પાલિકાની ટીમ પહોંચી
સુરત ટેક્સટાઇલ માર્કેટ કોરો નાં માટે હોટ સ્પોટ બની જતાં પાલિકાના ઉચ્ચ અધિકારીઓની ટીમ આજે માર્કેટ વિસ્તારમાં પહોંચી હતી સ્થિતિનો તાગ મેળવવા સાથે મહાનગરપાલિકાએ માસ્ક નું વિતરણ પણ કર્યું હતું છેલ્લા કેટલાક વખતથી સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે આ સંક્રમણને કારણે શનિવાર અને રવિવારે ટેક્સટાઇલ માર્કેટ બંધ રહી હતી આજે ટેક્સટાઇલ માર્કેટ શરૂ થાય તેની સાથે જ રાજ્ય સરકારે કોરોના ની સ્થિતિ પર નિયંત્રણ માટે મુખ્ય સચિવ એમ. થેન્નારસન, પાલિકા કમિશનર બંછાનિધિ પાની, અને મેયર હેમાલીબેન બોઘાવાલા માર્કેટ વિસ્તારમાં ગયાં હતાં જ્યાં તેઓએ સ્થિતિનો તાગ મેળવવા સાથે માસ્ક નું પણ વિતરણ કર્યું હતું
રિપોર્ટ
ક્રિશાંગ ગાંજાવાલા
સુરત