વિંછીયા કોળી સંગઠન ના ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખના એકીસાથે રાજીનામાં.

વિંછીયા કોળી સંગઠન ના  ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખના એકીસાથે રાજીનામાં.
Spread the love

વિંછીયા કોળી વિકાસ સંગઠનના સ્થાપકે કરેલા ઉશ્કેરણી જનક કૃત્યથી નારાજ થઈ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખના એકીસાથે રાજીનામાં.
– જુનાગઢમાં કોળી સમાજની વાડી ખાતે સમાજના લોકો વચ્ચે થયેલી બોલાચાલીમાં સમાધાન કરાવવાના બદલે સંસ્થાના સ્થાપકે ઉશ્કેરવાનું કૃત્ય કર્યું હોવાના આક્ષેપો સાથે રાજીનામાં ધરી દીધા.

વિંછીયા કોળી વિકાસ સંગઠનની મુકેશભાઈ મનસુખભાઈ રાજપરા દ્વારા સમાજમાં એકતા અને ભાઈચારો કાયમ રહે તેવા હેતુથી સ્થાપના કરવામાં આવી હતી. આ સંગઠનમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના કોળી સમાજના આગેવાનો પણ સમાજનો વિકાસ અને એકતા વધારવા માટે હોંશભેર જોડાયા હતા. ત્યારે તાજેતરમાં જુનાગઢમાં કોળી સમાજની વાડી ખાતે સમાજના લોકો વચ્ચે થયેલી બોલાચાલીમાં સમાધાન કરાવવાના બદલે સંસ્થાના સ્થાપકે ઉશ્કેરવાનું કૃત્ય કરતા કોળી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. જેથી કોળી વિકાસ સંગઠનના સ્થાપક મુકેશભાઈ રાજપરા દ્વારા સમાજની એકતા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખોએ એકીસાથે રાજીનામાં ધરી દેતા કોળી સમાજમાં ભારે નારાજગી ઉઠવા પામી હતી.

સંસ્થાના સ્થાપકે સમાજને ગેરમાર્ગે દોરીને પોતાનો રોટલો શેકવાનું કૃત્ય કર્યું છે: સુરાભાઈ લઘરાભાઈ રાજપરા-કોળી વિકાસ સંગઠનના ગુજરાત ઝોનના પ્રમુખ.

હું રાજ્યના પ્રમુખ તરીકે હોદ્દો સંભાળતો હતો તે હોદ્દા પરથી મેં રાજીનામું આપ્યું છું. કોળી સમાજના ભાગલા પાડવા માટે આ સંગઠનો ખોટા કૃત્યો કરી રહ્યા છે. કારણ કે જુનાગઢમાં સમાજ વાડી ખાતે જે ઘટના બનેલી તે ઘટનામાં સમાજને ભેગા કરવાના બદલે આ સંગઠન અને સંગઠનના સ્થાપક મુકેશભાઈ મનસુખભાઈ રાજપરા દ્વારા ઉશ્કેરવાની કામગીરી કરાતા અને સમાજને ગેરમાર્ગે દોરીને પોતાનો રોટલો શેકવાનું કૃત્ય કરવામાં આવતા મેં સંગઠનના તમામ હોદ્દા પરથી અને કોળી વિકાસ સંગઠનના ગુજરાત ઝોનના પ્રમુખ પદેથી પણ રાજીનામું આપ્યું છું.

સંસ્થાના સ્થાપકે સમાજના લોકોને ઉશ્કેરવાનું અને સમાજના ભાગલા પાડવાનું ખોટું કૃત્ય કર્યું છે: ગોરધનભાઈ અમરશીભાઈ તાવીયા- કોળી વિકાસ સંગઠનના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ.

હું કોળી વિકાસ સંગઠનમાં સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ તરીકેનો હોદ્દો સંભાળતો હતો. તે હોદ્દા પરથી અને કોળી વિકાસ સંગઠનના તમામ હોદ્દામાંથી મેં રાજીનામું આપ્યું છે. કારણ કે કોળી વિકાસ સંગઠનના સ્થાપક મુકેશભાઈ મનસુખભાઈ રાજપરા આ સંગઠન ચલાવી રહ્યા છે. દુખની વાત તો એ છે કે જુનાગઢમાં કોળી સમાજની વાડીમાં સમાજના લોકો વચ્ચે બોલાચાલીનો મામલો બન્યો હતો. ત્યારે સમાજના લોકોને ઉશ્કેરવા ન જોઈએ અને સમાજના લોકો વચ્ચે સમાધાન કરાવવું જોઈએ. પરંતુ આ સંગઠનના સ્થાપક મુકેશભાઈ રાજપરા દ્વારા સમાજના લોકોને ઉશ્કેરવાનું અને સમાજના ભાગલા પાડવાનું ખોટું કૃત્ય કરવામાં આવતા મેં કોળી વિકાસ સંગઠનમાંથી રાજીનામું આપ્યું છે.

રિપોર્ટ પિયુષ જસદણ

IMG-20210323-WA0020-2.jpg IMG-20210323-WA0018-1.jpg IMG-20210323-WA0019-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!