રાજકોટ ખાતે કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનો કોરોનાએ ભોગ લીધો.

રાજકોટ ખાતે કંટ્રોલરૂમમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રદયુમનસિંહ પ્રવિણસિંહ ગોહિલનો કોરોનાએ માત્ર ૩ દિવસની સારવારમાં ભોગ લીધો હતો. બાપથી સવાયા બેટા બનીને પ્રદયુમનસિંહ ગોહિલના પુત્રે પિતાના મૃત્યુના ત્રીજા દિવસે પિતાના ડોકટર બનવાનું સપનું પુરૂ કરવા નીટની પરીક્ષા આપી હિંમત દાખવી હતી. પરંતુ ૭૦૦ માંથી માત્ર ૩૮૩ માર્કસ આવતા સરકારી કોલેજમાં પ્રવેશ મળ્યો ન હતો. પ્રદયુમનસિંહ ના મૃત્યુના પગલે સરકારે મૃતકના પરિવારજનોને રૂ.રપ લાખની સહાય આપી હતી. ખુદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મૃતકના ઘરે જઇ દિલાસો પાઠવી મૃતકના પુત્રને M.B.B.S નું સપનું પુરૂ કરવા હિંમત આપી હતી.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)