ત્રાજપર ચોકડી પાસે બે દિવસ પૂર્વ થયેલ હત્યા નો આરોપી ઝડપાયો

મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક બે દિવસ પહેલા રાતના સમયે એક છોકરાને એક શખ્સ હેરાન કરતો હતો ત્યારે તેને સમજાવવા માટે બે યુવાન ગયા હતા અને તે સમયે આ યુવાનોની સાથે અજાણ્યા શખ્સ દ્વારા માથાકૂટ કરીને તેના ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં અજીત પરમાર નામના યુવાનને છરીનો જીવલેણ ઘા વાગી જતાં તેની હત્યા થઈ હતી અને અન્ય એક યુવાને ઇજા થતાં તેને રાજકોટ સારવારમાં ખસેડવામાં આવેલ છે આ બનાવમાં હત્યારો ન પકડાય ત્યાં સુધી લાશને સ્વીકારવાનો મૃતક યુવાનના પરિવારજનોએ ઇન્કાર કરેલ હતો જેથી પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને આરોપીને ઝડપી લેવામાં આવતા હાલમાં મૃતક યુવાનના પરિવારજનોએ યુવાનની લાશને સ્વીકાર લીધેલ છે
મોરબી શહેરના વણકરવાસ વિસ્તારની અંદર રહેતા અજીત ગોરધનભાઈ પરમાર (૨૪)ના ઘરે સોમવારે રાતે જમવામાં બટેટાનું શાક બનાવેલ હતું જેથી કરીને તે લીલાપર રોડ ફકરી પાન પાસે રહતા પોતાના મિત્ર હુસેન ફકરૂદિન હાથી જાતે વોરા (૨૩) સાથે જમવા માટે પોતાની સીએનજી રિક્ષા લઈને જમવા માટે નીકળ્યો હતો ત્યારે મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક કપડાં વેચવા માટે સ્ટોલ લગાવવામાં આવેલા હોય અજીત પરમાર અને તેનો મિત્ર હુસેન હાથી ત્યાં કાપડની ખરીદી કરવા માટે ગયા હતા ત્યારે એક શખ્સ ત્યાં બાળકો હાથ મચકોડીને તેને હેરાન કરી રહ્યો હતો જેથી કરીને તેને બાળકને હેરાન નહીં કરવા સમજાવવા માટે અજીત પરમાર અને તેનો મિત્ર ગયા હતા
ત્યારે સામેવાળા અજાણ્યા શખ્સે માથાકૂટ કરી હતી અને બંને યુવાનોને ગાળો આપી હતી અને બાદમાં તેને પોતાની પાસે રહેલી છરી વડે અજીત પરમાર અને હુસેન હાથી ઉપર જીવલેણ હુમલો કરેલ હતો ત્યારે અજીત પરમારને છરીના જીવલેણ ઘા વાગી જવાથી તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજયું હતું અને હુસેન હાથીને પણ પેટના ભાગે છરીનો ઊંડો ઘા વાગેલ હોવાથી તેને મોરબીથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને પોલીસે હુસેન હાથીની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આરોપીને ઝડપી લેવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે વધુમાં જાણવા મળતી વિગત મુજબ જે પેટ્રોલ પંપ પાસે બનાવ બનેલ છે ત્યાના સીસીટીવી ફૂટેજ મેળવીને આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હતી. તેમાં અજીતની હત્યા રમેશ મંગાભાઈ ભરવાડ નામના સ્થાનિક શખ્સ દ્વારા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે જેથી કરીને તેને પકડવા માટે પોલીસ કવાયત કરી રહી છે બીજી બાજુ મૃતકના પરિવારો પણ આરોપી ન પકડાય ત્યાં સુધી તેના દીકરાની લાશને સ્વીકારવા માટે તૈયાર ન હતો જેથી કરીને પોલીસ દ્વારા આરોપીને તાત્કાલિક પકડવામાં તજવીજ શરૂ કરવામાં આવી હતી અને મોડી રાત્રે તેમાં પોલીસને સફળતા મળી ગઈ હતી
ગઇકાલે સિવિલ હોસ્પિટલે રહેલા મૃતક યુવાનના કાકા ચંદુભાઈ ગોવાભાઇ પરમારે જણાવ્યુ હતું કે, મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ એસઆરના પેટ્રોલ પંપ નજીક તેના ભત્રીજા અજીત પરમાર અને તેના મિત્ર હુસેન હાથી ઉપર સોમવારે રાતે જીવલેણ હુમલો કરેલ હતો જેમાં ગંભીર ઇજા થવાથી તેના ભત્રીજા અજીત પરમારની હત્યા થયેલ છે અને હુસેન હાથી હાલમાં સારવાર હેઠળ છે જો કે, હત્યાનો આ બનાવ ત્રાજપર ચોકડી પાસે આવેલ એસઆરના પેટ્રોલ પંપમાં કેદ થયો હોવા છતાં આરોપીને પકડવામાં આવેલ ન હતા માટે લાશને સ્વીકારી ન હતી જો કે, મંગળવારે મોડી રાતે આરોપીને ઝડપી લેવામાં આવ્યો હોવાથી તેઓના પરિવારે તેના ભત્રીજા અજીત પરમારના મૃતદેહને સ્વીકારી લેધેલ છે
મોરબીની ત્રાજપર ચોકડી પાસે એસ.આર.ના પેટ્રોલ પંપ નજીક અજાણ્યા બાળકને હેરાન કરનારા શખ્સને સમજાવવા માટે ગયેલા નિર્દોષ યુવાનને મોત મળ્યું હોવાથી હાલમાં તેના પરિવારજનોમાં ભારે આક્રોશની લાગણી છે અને સમાજના લોકો પણ તેની સાથે જોડાયેલા છે કેમ કે, મૃતક યુવાન પોતાની રિક્ષા ચલાવીને પાંચ વ્યક્તિના પરિવારનું ગુજરાન ચલાવતો હતો જો કે, તેની હત્યા કરવામાં આવી હોવાથી તેના પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે ત્યારે આરોપીને આકરમાં આકરી સજા કરવામાં આવે તેવી મૃતક યુવાનના પરિવારની તેમજ સમાજની માંગ છે
મોરબી જિલ્લામાં થોડા દિવસોથી જાણે કાઈમનું ગ્રહણ લાગું પડ્યું હોય તેમ જિલ્લામાં રોજ-બેરોજ લુટ, હત્યા, મારા-મારી,છેડતી જેવી ધટનાઓ સામાન્ય બની ગઈ છે. છતાં મોરબી જિલ્લાની પોલીસ નિષ્ક્રિય બની આવારા-અને લુખ્ખા તત્ત્વો ને ધુટણીય પડી ગઈ હોય તેવું પ્રતિત થઈ રહું છે. ત્યારે ઉચ્ચ કક્ષાએ થી કડક અઘિકારી ની નિમણૂંક થાય તેવું આમ જનતા ઈચ્છી રહી છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી