જામનગર હોમગાર્ડઝના જવાનો બેસ્ટ લાઈન લે આઉટમાં પ્રથમ ક્રમે

• રાજ્યકક્ષાના લીડરશીપ તાલીમ કેમ્પમાં ઝળક્યો
• બેસ્ટ કેડેટ તરીકે સાર્જન્ટ સચિન ઓડીચની પસંદગી: જવાનો મોમેન્ટોથી સન્માનિત
રાજ્યકક્ષાના લીડરશીપ તાલીમ કેમ્પમાં જામનગર જિલ્લો અવ્વલ રહ્યો છે. જામનગર હોમગાર્ડઝના જવાનો બેસ્ટ લાઇન લે આઉટમાં પ્રથમ રહ્યા છે તો બેસ્ટ કેડેટ તરીકે સાર્જન્ટ સચિન ઓડીચની પસંદગી થઇ છે.
તાજેતરમાં સુંઢિયા હોમગાર્ડઝ તાલીમ કેન્દ્રમાં રાજ્ય કક્ષાનો લીડરશીપ તાલીમ કેમ્પ યોજાયો હતો. જેમાં જામનગર જિલ્લા હોમગાર્ડઝના 10 હોમગાર્ડઝ ભાઈઓએ ભાગ લીધો હતો. કેમ્પની પૂર્ણાહૂતિ થતા જામનગર જિલ્લા હોમગાર્ડઝના જવાનો બેસ્ટ લાઈન લે આઉટ માં પ્રથમ તો બેસ્ટ કેડેટ તરીકે સાર્જન્ટ ઓડિચ સચિન પસંદગી થઇ હતી. જામનગરના જવાનોને મોમેન્ટો તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
રિપોર્ટ- રોહિત મેરાણી (જામનગર)