સરમત પાસે મકાનમાંથી દારૂ સાથે ચોકીદાર ઝબ્બે

• દારૂની 20 બોટલ પોલીસે કબજે લીધી
જામનગર નજીક સરમત પાટીયા પાસે સિકકા પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી ઇંગ્લીશ દારૂની વીશ બોટલ સાથે સિકયુરીટી ગાડને દબોચી લીધો હતો. પોલીસે રૂ.દશ હજારનો દારૂ કબજે કરી પકડાયેલા શખ્સની સધન પુછપરછ હાથ ધરી છે.
પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગર નજીક ખંભાળીયા હાઇવે પર સરમત પાટીયા પાસે સિકકા પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળા પોલીસને દારૂ મામલે બાતમી મળી હતી જેના આધારે પોલીસે મનોજ ઉર્ફે મુનો કાંતીભાઇ રામાવતાના રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો. જે દરોડા વેળા મકાનમાંથી દારૂની વીશ બોટલ મળી આવી હતી. આથી પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી સિક્યુરીટી ગાર્ડ તરીકે કામ કરતા મનોજ ઉર્ફે મુનો રામાવતને પકડી પાડી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ- રોહિત મેરાણી (જામનગર)