મોટીમારડ નાં ઘઉં નાં ખેતરમાં આગ લાગી

ધોરાજી તાલુકા નાં મોટી મારડ ગામે ઘઉં નાં ખેતરમાં ભીષણ આગ લાગી લાખો રૂપિયા નુકસાન થયાં નું અનુમાન મોટીમારડ અને વાડોદર ગામ વચ્ચે આવેલ અલગ અલગ અને બાજુ માં જ બે ઘઉં નાં ખેતરમાં વીજ શોર્ટ અને તણખા જરતા ભીષણ આગ લાગી
મોટીમારડ નાં બે થી ત્રણ ખેડૂતો નાં ઘઉં નાં ખેતરમાં આગ લાગી લાખો રૂપિયા નુકસાન થયુ ખેડૂતો નું જણાવ્યા મુજબ પીજીવીસીએલ ને ઘણી વાર રજુઆત કરવા છતાં તે લોકો એ ધ્યાન ન લેતાં આજે ઘઉં નાં ખેતરમાં આગ લાગી હતી ઘઉં નાં ખેતરમાં આગ લાગી લાગતાં ધોરાજી ફાયર ફાઈટરો જાણ કરવામાં આવી હતી પણ આગ કાબુમાં લે તે પહેલાં જ ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા આ આગ લાગતાં ખેડૂતો પરીસ્થિતી ખરાબ થઈ ગઈ છે ખેડૂતો પાસે હવે નવું વાવેતર નાં રૂપિયા નથી સામાન્ય અને રૂછી ઉધારી કરીને ઘઉં નું વાવેતર કર્યુ હતુ જેથી ખેડૂતો નાં પેટ પર પાટું ગયું છે ખેડૂતો ની માંગ છે કે આ નુકસાની વળતર જવાબદાર તંત્ર આપે
રિપોર્ટ વિપુલ ધામેચા ધોરાજી