મોરબી ના દેવળીયા ગામમાં કોરોના વેક્સિનનું 100 % રસીકરણ

હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોરોના રસીકરણ કાર્યક્રમ દેશભરમાં ચાલી રહ્યો છે. જે અંતર્ગત મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનાં દેવળીયા ગામે 60 વર્ષથી વધુ ઉમર ધરાવતા તેમજ 45 થી 59 વર્ષ સુધી અન્ય બીમારી ધરાવતા તમામ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.જે અંગે મોરબી જિલ્લાના આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા એ જણાવ્યુ હતું કે કોરોનાની બીમારીથી બચવા માટે સરકાર તરફથી કોરોનાની વેકસીન આપવાની કામગીરી ચાલી રહી છે. આ કોરોનાની વેકસીનમાં અત્યારે 45 થી 60 વર્ષના બીમારી ધરાવતાં તેમજ 60 વર્ષથી વધુ ઉમરના તમામને રસી આપવાને થતી હતી. હવે સરકારના આ ક્રાઇટ એરીયા મુજબ કામગીરી મોરબીમાં શરૂ કરી હતી જે મુજબ ટંકારા તાલુકાનું સાવડી પી.એચ.સી. નીચેનું દેવળીયા ગામે કોરોના રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે ટૂંક સમયમાં બીજો ડોઝ આપવામાં આવશે.હાલમાં પ્રથમ ચરણમાં દેવળીયા ગામમાં 100% સફળતા પૂર્વક રસી મૂકવામાં આવેલ છે. આમ મોરબી જિલ્લાનું પ્રથમ ગામ એવું છે કે 100% સિદ્ધી હાંસલ કરી છે. ટૂંક સમયમાં માળીયા તાલુકાનાં બીજા ગામે પણ 100% પૂર્ણ થવાના છે. આ કામગીરીમાં અધિકારી, પદાધિકારી તમામનો સહકાર મળેલ છે. દેવળીયા ગામના લોકોએ અમારા ઉપર તેમજ રસીકરણ ઉપર વિશ્વાસ મૂક્યો છે અને બીજાને પણ અપીલ કરી છે કે અમે 100% રસીકરણ કર્યું છે. તમે પણ તમારા ગામમાં 100% રસીકરણ પૂર્ણ કરાવો અને આ રસીની કોઈ પણ આડઅસર નથી.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી