મોરબીના નાગડાવાસ ગામ પાસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : ધુનડાના બે શખ્સોની ધરપકડ

માલ મોકલનારને દબોચી લેવા તપાસના ચક્રો ગતિમાન કરતી પોલીસ : મુદામાલ કબ્જે
મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા પાસે નેશનલ હાઇવે રોડ ઉપરથી કાર પસાર થઈ રહી હતી ત્યારે મોરબી તાલુકા પોલીસે તેને રોકીને તલાસી લેતા કારમાથી વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને 203 બોટલ દારૂ અને કાર મળીને પોલીસે હાલમાં 3.76 લાખના મુદામલા સાથે ટંકારા તાલુકાનાં ઘુનડા ગામના બે શખ્સોની ધરપકડ કરેલ છે અને એક શખ્સનું નામ ખૂલ્યું હોવાથી તેને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી છે.
મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા પાસે નેશનલ હાઇવે રોડ ઉપરથી એક હ્યુન્ડાઇ કંપનીની આઇ -20 કાર શંકાસ્પદ હાલતમાં નીકળતા તેને રોકવા જતા મજકુર ઇસમો કાર લઇ ભાગવા જતા તેનો પીછો કરી કારને આંતરી ઉભી રખાવી હતી અને કાર ચેક કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની 203 બોટલનો જથ્થો તેમાથી મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 76,125 ની કિંમતનો 203 બોટલ, એક હ્યુન્ડાઇ કંપનીની આઇ -20 કાર રજી.નં. જીજે 13 એનએન 7216 એમ કુલ મળીને 3,76,125 નો મુદ્દામાલ કબ્જે કરેલ છે અને આરોપી ધર્મેશભાઇ ચંદુભાઇ બરાસરા જાતે પટેલ (ઉ.વ .27) રહે. ઘુનડા (સજજનપર) તેમજ મહેન્દ્રભાઇ ભરતભાઇ પાટડીયા જાતે કોળી (ઉ.વ .20) ઘુનડા (સજજનપર) વાળાની ધરપકડ કરેલ છે અને આ માલ મોકલનાર ગણેશ કોળીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
રીપોર્ટ :- જનક રાજા, મોરબી