ડભોઇ નોબલ પબ્લિક સ્કૂલ દ્વારા હોળી અને ધુળેટી નિમિત્તે વિવિધ પ્રવૃત્તિઓ નું આયોજન

ડભોઇ તાલુકાના મોટા હબીપુરા પાસે આવેલ નોબલ પબ્લિક સ્કૂલ ખાતે હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.નોબલ પબ્લિક સ્કૂલ દરેક તહેવારો નિમિતે શાળા ના વિદ્યાર્થીઓ ને અલગ અલગ પ્રવૃત્તિ કરાવવા માં અગ્રેસર રહે છે.અને ભણતર ની સાથે સાથે તહેવારો નું મહત્વ તેની ઉજવણી કરી સમજાવે છે.આવનાર હોળી તહેવાર ને અનુલક્ષી ને શાળા દ્વારા તહેવારલક્ષી પ્રવૃત્તિ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાલ ભવન થી ધોરણ પાંચ ના વિદ્યાર્થીઓ ને પિચકારી ના ચિત્ર રંગ પૂરણી અને કોરોના ની સ્થિતિ ને અનુરૂપ સાવચેતી ના સૂત્રો લખવા ની પ્રવૃત્તિ નું આયોજન કરવામાં આવ્યું હતું.જયારે ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ દ્વારા કોરોના ની સ્થિતિ માં સાવચેતી રાખવી તેના અનુસંધાન માં નાટક,વક્તૃત્વ,સંવાદ,અને વિવિધ ગીતો દ્વારા વૈશ્વિક આપત્તિ માં સમાજમાં જાગૃતિ આવે એવા વિદ્યાર્થીઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત તહેવારો ના સમય માં કેવા પ્રકાર ની સાવચેતી રાખવી તે અંગે નું માર્ગદર્શન નોબલ પબ્લિક સ્કુલ ના પ્રમુખ શ્રી એ.એ.મધવાણી સર,આચાર્ય,તેમજ શિક્ષકો દ્વારા આપવામાં આવ્યું હતું.