મોડાસાની સારા ભાવસાર લાંબા વાળ માટે ચર્ચાનું કેન્દ્ર બની

અરવલ્લી જિલ્લાના મોડાસાની ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી સારા ભાવસાર નિલાંન્સી પટેલ બાદ લાંબા વાળ માટે ચર્ચાનું કેન્દ્ર બની છે. કહેવાય છે કે સ્ત્રીના વાળ સ્ત્રી નું ઘરેણું ગણવામા આવે છે ત્યારે અરવલ્લી જિલ્લા મોડાસાની નિલાંન્સી પટેલના લાંબા વાળ માટે ગ્રીનીસ બુક ઓફ વલ્ડ રેકોડ મા સ્થાન મેળવ્યું છે ત્યારે મોડાસાની દસ વર્ષીય સારા ભાવસાર લાંબા અને ભરાવદાર વાળ માટે ચર્ચામા આવી છે નાની ઉંમરમા વાળ નો ગ્રોથ વધુ હોવાના કારણે સારાને લાંબા વાળ રાખવાનું શોખ જાગ્યો હતો.
સારા ભાવસારની મમ્મી અમી ભાવસારએ પણ સારાના લાંબા વાળ માટેની ઈચ્છા જોતા સારાના લાંબા વાળ માટે વધુ સાર સંભાળ રાખવાનું ચાલુ કર્યું. સારાના લાંબા વાળ માટે રોજ અડધો કલાક સુધી તેલ ની માલીસ તેમજ સ્કૂલ તેમજ બહાર હરવા ફરવા જવા માટે આશરે એક કલાક જેટલો સમય વાળ ઓળવવા માટે લાગે છે નાની ઉંમરમા સારાના વાળ ની લબાઈ સાડા ત્રણ ફૂટ છે સારા પોતાના વાળ માટે નાનીએ બનાવેલા ઘરગથ્થુ તેલનો ઉપયોગ કરે છે સારા ના લાંબા વાળ જોવા માટે આસપાસ ના લોકો સારા ની મુલાકાત લેતા હોય છે પ્રોત્સાહિત કરતા હોય છે વાળ પ્રતેના પ્રેમ ને લઇ સારા વાળ નું ખુબજ સાર સંભાળ રાખે છે..
રિપોર્ટ : ઋતુલ પ્રજાપતિ (અરવલ્લી)