ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કારોબારીમા શશિકાંતભાઈ પટેલની સભ્ય તરીકે વરણી
ભારતીય જનતા પાર્ટી તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ દ્વારા આજરોજ પ્રદેશ કારોબારી કમિટીમાં વડોદરા જિલ્લા કેળવણી મંડળ ના પ્રમુખ તથા ડભોઇ ભારતીય જનતા પાર્ટીના આગેવાન શશિકાન્તભાઈ પટેલ ને સભ્ય તરીકે નિમણુંક થતા ડભોઇના ભાજપના કાર્યકરો તેમજ આગેવાનો દ્વારા તેઓને અભિનંદન આપતા શુભેચ્છા આપી હતી. ઉલ્લેખનિય છે કે શશીકાંત ભાઈ ને ગત નગરપાલિકાની ચૂંટણી દરમિયાન ડભોઇ ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે ની જવાબદારી સોંપવામાં આવી હતી.
જે પૈકી તેઓના માર્ગદર્શન તેમજ રણનીતિ થી ભારતીય જનતા પાર્ટી ડભોઇ નગરપાલિકમાં 21 સીટ પર વિજય મેળવી બહુમતી થી ભાજપ નું બોર્ડ બનાવવા માં સફળ રહ્યું હતું.આજરોજ પ્રદેશ કારોબારી ના સભ્યો ની નિમણુંક થતા શશીકાંત ભાઈ ની કારોબારી સભ્ય તરીકે નિમણુંક થતા પાર્ટી ના કાર્યકરો તેમજ નગરપાલિકા સભ્યો તથા પક્ષ ના આગેવાનો એ તેઓને શુભેચ્છા આપી હતી.