ડભોઇ : ઢાઢર નદીના પુલ પર તુટેલી રેલીંગને લઈ વાહનચાલકોને જીવનું જોખમ

ડભોઇ : ઢાઢર નદીના પુલ પર તુટેલી રેલીંગને લઈ વાહનચાલકોને જીવનું જોખમ
Spread the love


ડભોઇ વડોદરા માર્ગ પર ભીલાપુર અને થુંવાવી વચ્ચે હાલમાં જ બે ત્રણ અકસ્માત થવા પામ્યા હતા.સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ જાણવા મળ્યા મુજબ થોડા સમય પહેલા એક હાઈવા ટ્રકનું ભીલાપુર પાસે આવેલ ઢાઢર નદીના બ્રીજનીરેલિંગ સાથે અકસ્માત થતાં લોખંડ ની રેલિંગ સહિત આરસીસી કોક્રીટ ની રેલિંગ ને પણ ભારે નુકસાન થવા પામ્યું હતું.જોકે રેલિંગ ના કારણે ટ્રક નદીમાં ખાબકતા બચી હતી સાથે મોટી હોનારત થતા ટળી હતી.તે છતાં તંત્ર દ્વારા આ ક્ષતિગ્રસ્ત રેલિંગ નું સમારકામ ન કરાતા વાહનચાલકો મા તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.

જ્યારે તંત્ર અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવું પ્રતિત થઈ રહ્યું હોય તંત્રનું ધ્યાન આ ગંભીર બાબતે દોરાતું ના હોય તંત્ર અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રેલિંગને લઇ કોઇ મોટી દુર્ઘટના થાય તેની રાહ જોવાઇ રહી છે શું? સાથે આ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતો માર્ગ હોય અવારનવાર મોટા અધિકારીઓ પદાધિકારીઓ તેમજ દિગ્ગજ રાજનેતાઓ અવરજવર કરતા હોય આ બાબતે લાગતાં વળગતા અધિકારીઓ ને સુચના આપે નહીંતર રાત દિવસ ધમધમાટ કરતા રોડ પર ભંગાણ પામેલ રેલીંગ ને કારણે કોઈ મોટી હોનારત સર્જાશે તેવું વાહન ચાલકો અને વટે માર્ગુઓ માં ચર્ચાઈ રહ્યું છે.

IMG-20210402-WA0048.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!