ડભોઇ : મિતેશ ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાનમાંથી પોલિકેબના ડુપ્લીકેટ વાયર ઝડપાયા
ડભોઇ નગરપાલિકા શોપિંગ સેન્ટરમાં મિતેશ ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાનમાંથી પોલિકેબ કંપનીના ડુપ્લીકેટ વાયરો ના બોક્સ નંગ 23 જેની કુલ કિંમત 47,871 રૂપિયા નો મુદ્દામાલ ઝડપાયો હતો ફરિયાદી સંજીવ દુલીચંદ ખીંચી ઉંમર વર્ષ 40 ધંધો નોકરી રહેવાસી, ૭૫૧/૫૦, ખીચીહાઉસ માતાજી ના મંદિર સામે, અજમેર રાજસ્થાન ની ફરિયાદના આધારે ડભોઇ પોલીસ તંત્રના પી.એસ.આઈ ડી કે પંડ્યા તથા પોલીસના જવાનોએ ડભોઈ નગર પાલિકા શોપીંગ સેન્ટરમાં આવેલી મિતેશ ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાનમાંથી પોલિકેબ કંપનીના માકૉવાળા ડુપ્લીકેટ વાયરો નો મુદ્દામાલ ઝડપી પાડી દુકાન માલિક મિતેશ સુરેશભાઈ પટેલ રહેવાસી, અંબિકાનગર મકાન નં 24-ડભોઈ,જી.વડોદરા તથા ભાટીયા ભાઈ નામના વ્યક્તિ રહેવાસી આજવા આ બંને આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ફરિયાદીના જણાવ્યા મુજબ મિતેષ ઈલેક્ટ્રોનિક નામની દુકાનના માલિક મિતેશ સુરેશભાઈ પટેલ તથા ભાટીયા ભાઈ નામના વ્યક્તિ એકબીજા ની મદદગારી કરી પોલિકેબ કંપનીના માકૉવાળા ડુપ્લીકેટ વાયરો પોતાની દુકાનમાં રાખી પોતાના આર્થિક લાભો માટે છેલ્લા એકાદ વર્ષથી વેચી રહ્યા હતા અને કંપની ને આર્થીક નુકસાન પહોંચાડી રહ્યા હતા.જે અંગેની માહિતી ફરિયાદી પાસે થી મળતા અને ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ડભોઇ પોલીસ તંત્ર એ તપાસ હાથ ધરી ડુપ્લીકેટ વાયરો નો જથ્થો ઝડપી પાડી આરોપીઓ વિરૂદ્ધ આઈપીસીની કલમ ૪૨૦,૪૮૩,૪૮૬,૧૧૪ તથા કોપીરાઇટ એક્ટ ૬૩ મુજબ ગુનો દાખલ કરી મુદ્દામાલ ઝડપી આરોપીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.