ગંભીર ગુનામાં 1 વર્ષ થી ફરાર આરોપીને પકડી પાડતી દાંતા પોલીસ

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના વસી ગામે સંતાઈને રહેતા ગંભીર ગુનાના આરોપીને દાંતા પોલીસ દ્વારા ચોક્કસ બાતમીને આધારે ઝડપી લઇને રાજસ્થાન પોલીસને સોંપેલ છે. જેમાં મળતી માહિતી પ્રમાણે કોટડા છાવણી (રાજસ્થાન)પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.ન.૮૧/૨૦૨૦ઈ.પી.કો કલમ ૩૦૨, મુજબના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી દાંતા પોલીસ IGP બોર્ડર રેન્જ ભુજ શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા SP બનાસકાંઠા – પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ સાહેબનાઓએ હાલમા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ.
સુશીલ અગ્રવાલ સા.શ્રી.મદદનિશ પોલીસ અધિ પાલનપુર વિભાગ તથા એચ.એલ.જોશી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સા.શ્રી દાંતા પોસ્ટે નાઓના માર્ગદર્શન હેઠળ અનાર્મ હેડ કોન્સ. રમેશભાઈ નાગરભાઈ, તથા પો. કોન્સ યોગેન્દ્રસિંહ ,પો.કોન્સ.મનુભાઈ ની ટીમે દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલ કે કોટડા છાવણી (રાજસ્થાન)પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.ન.૮૧/૨૦૨૦ઈ.પી.કો કલમ ૩૦૨, મુજબના ગુનાનો છેલ્લા ૧ વર્ષ થી નાસ્તો ફરતો આરોપી કાનજીભાઈ લાતુરાભાઈ લોર રહે.કુંડાલ તા. કોટડા જી ઉદેપુરવાળો વસી ગામની સીમ મા રહેતો હોય તેવી ચોક્કસ બાતમી ના આધારે પકડી રાજસ્થાન કોટડા પોલીસ ને આગળ ની કાયદેસરની કાર્યવાહી કરવા સોંપેલ છે.