રાજુલા : નાની ખેરાળીના આંગણે સિનિયર સિટીઝન કોવિડ 19 રસીકરણ કેમ્પ

રાજુલા : નાની ખેરાળીના આંગણે સિનિયર સિટીઝન કોવિડ 19 રસીકરણ કેમ્પ
Spread the love

રાજુલા ના નાની ખેરાળી ના આંગણે આરોગ્ય વિભાગ દ્વારા સિનિયર સિટીઝન કોવિડ 19 રસીકરણ કેમ્પ. ગુજરાત સહિત દેશભરમા કોરોના વૈશ્વિક મહામારીને નાથવા જડીબુટ્ટી સમાન કોવિડ રસીકરણ ના ત્રીજા તબક્કા ના રસીકરણ ની શરૂઆત રાજુલા તાલુકા ના નાની ખેરાળી ગામે સરપંચ સડથાભાઈ બી જીંજાલા જિલ્લા સદસ્ય જે ડી કાછડ નાની ખેરાળી ગામ ના મુખ્ય આગેવાન શ્રી મંગલભાઈ આર કાછાડ સહીત ના 50 ગ્રામજનો ને કોરોના સામે રક્ષણ આપવા કોવિડ રસીનો પ્રથમ ડોઝ આપવામા આવેલ.

28 દિવસ ના અંતરે બીજો ડોઝ દ્વારા લાભાર્થી વ્યક્તિ ના શરીર મા ઉત્પન્ન થતી રોગપ્રતિકારક શકિત દ્વારા કોરોના જેવી ગંભીર બિમારી અટકાવી શકાય તેમજ તાલુકા હેલ્થ ઓફિસર એન વી કલસરીયા તાલુકા હેલ્થ સુપરવાઇઝર સંજયભાઈ દવે મેડિકલ ઓફિસર એન વી બલદાનીયા સુપરવાઇઝર મલય ભાઈ પંડયા mphw કલ્પેશભાઈ એમ બારૈયા fhw વંદનાબેન એમ ત્રિવેદી આંગણવાડી સ્ટાફ આશા સહીત આરોગ્ય વિભાગ દ્વારા સુંદર કામગરી કરાતી હોય નાની ખેરાળી ગામે રસી લેવા લોકોનો ઘસારો મળેલ છે લોકોમા જાગૃતતા દર્શાવે છે તેમજ ગ્રામજનો દ્વારા લોકોને કોઈપણ ડર વગર રસીકરણ જરૂરથી કરાવવા અપીલ કરવામા આવેલ જે યાદીમા જણાવેલ છે.

IMG-20210406-WA0118-2.jpg IMG-20210406-WA0119-1.jpg IMG-20210406-WA0120-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!