રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ફરાર થયેલ પાકા કામનાં કેદીને ઝડપી પાડતી ભાવનગર LCB

રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ફરાર થયેલ પાકા કામનાં કેદીને ઝડપી પાડતી ભાવનગર LCB
Spread the love

ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સ.ઈ શ્રી એન.જી. જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને જેલમાં સજા કાપતાં કાચા/પાકા કામનાં કેદીઓ વચગાળા રજા ઉપર જઇ હાજર નહિ થવાનાં બદલે ભાગી જતાં હોય.જે કેદીઓને પકડી જેલ હવાલે કરવા માટે સખત સુચના આપેલ.ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસોને બાતમીરાહે હકિકત મળેલ.

બોરતળાવ પોલીસ સ્‍ટેશનના પોકસો જેવા ગંભીર ગુનાના કામે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા કાપતા પાકા કામના કેદી વચ ગાળાની રજા પરથી હાજર નહિ થયેલ રાજેશ ઉર્ફે રાજુ બાલાભાઇ સોલંકી રહે. ભાવનગરવાળો હાલ ફુલસર ભાવનગર ખાતે હાજર છે. જે બાતમી આધારે તપાસ કરતા મજકુર રાજેશ ઉર્ફે રાજુ બાલાભાઇ સોલંકી ઉવ.૩૮ રહે. કરચલીયાપરા, પ્રેસ રોડ, નાની સડક,કુંભારનો ડેલો ભાવનગર વાળો ફુલસરના નાંકે થી મળી આવતા હસ્તગત કરી કોરોનાની વૈશ્વીક મહામારીને કારણે કોરોના ટેસ્ટ રીપોર્ટ કરાવતાં તેનો રીપોર્ટ નેગેટીવ આવતાં તેને આજરોજ તા.૦૬/૦૪/૨૦૨૧ નાં રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે બાકીની યોગ્ય પોલીસ જાપ્તા સાથે મોકલી આપેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સ.ઈ શ્રી એન.જી.જાડેજા નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફનાં હેડ કોન્સ જયરાજસિંહ જાડેજા, ઘનશ્યામ ભાઇ ગોહીલ, મહેન્દ્રભાઇ ચૌહાણ તથા પો.કોન્સ ધર્મેન્દ્રસિંહ ગોહીલ, જયદીપ સિંહ ગોહીલ, ઇમ્તીયાઝ ખાન પઠાણ વિ.સ્ટાફના માણસો જોડાયા હતાં

રીપોર્ટ : સતાર મેતર

IMG-20210406-WA0121.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!