અમરેલી : કોરોના દર્દીઓની સારવાર માટે વધુ 300 આઈસોલેટડ બેડની વ્યવસ્થા કરાઈ

કોરોના મહામારીનાં કારણે અમરેલી જિલ્લામાં પણ કેસો વધવાની સાથે સાથે સીવીલ હોસ્પિટલ સહીત આઈસોલેટેડ બેડની વ્યવસ્થા ઓછી પડતા કોરોનાનાં ના દર્દીઓને આઈસોલેટેડ બેડ મળી રહે તે માટે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાએ કલેકટરશ્રીને રજુઆત કરતા જિલ્લામાં વિવિધ ખાનગી હોસ્પિટલોના ડોકટરો, સંસ્થાઓનાં સંચાલકો, અને હોટલોનાં માલીકો સાથે સંકલન કરીને જિલ્લા પ્રશાસનની કોવિડ ગાઈડ લાઈન મુજબ આઈસોલેટેડ ૩૦૦ જેટલા વધારાનાં બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.