ભુરખિયા ખાતે ભાજપના સ્થાપના દિન નિમિત્તે કોરોના રસીકરણ કેમ્પ

ભુરખિયા ખાતે ભાજપના સ્થાપના દિન નિમિત્તે કોરોના રસીકરણ કેમ્પ
Spread the love

દામનગર ના ભુરખિયા ખાતે ભાજપ ના સ્થાપના દિન નિમિત્તે કોરોના રસીકરણ કેમ્પ  હાલ કોરોના મહામારીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ચારે તરફથી પરિસ્થિતિ કફોડી હાલાત ઉભા થયા ત્યારે આ મહામારી સામેની લડત માં રસીકરણ પર સરકાર જોર આપી રહી છે. ભાજપના સ્થાપના દિને ભુરખીયા ગામમાં અમરેલી જીલ્લાના આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી કંચનબેન જીતુભાઈ ડેર તથા લાઠી તાલુકા પંચાયત ના સદસ્ય શ્રી ચિરાગભાઈ પરમાર અને વિમલભાઈ ત્રિવેદી એ હાજરી આપી ગામ લોકોમાં વેકસીન માટે જાગૃતિ આવે અને મોટા પ્રમાણમાં રસીકરણ થાય એવી અપીલ કરી હતી.

જયદેવભાઈ કનાળા, કે.ડી.પરમાર અને ગીતાબેન ટાંક, આશાબેન રાઠોડ પુરી આરોગ્ય ની ટીમ ખૂબ જહેમત પૂર્વક રસીકરણ કામગીરી કરી રહ્યા છે. જેના ફળ સ્વરૂપે ભુરખીયા માં રસીકરણ ની કામગીરી સફળતા પૂર્વક આગળ વધી રહી છે. ગામના લોકો માં પણ ધીરે ધીરે રસીકરણ માટે જાગૃતિ આવી રહી છે. ભુરખીયા માં અત્યાર સુધી અલગ અલગ તબક્કામાં કુલ ૩૫૦+ લોકોએ સફળતા પૂર્વક વેકસીનેશન કરાવેલ છે.

IMG-20210406-WA0126.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!