મોડાસાના સીતપુર ગામે ફોટા પાડવાની બાબતે ઝઘડો

મોડાસાના સીતપુર ગામે ફોટા પાડવાની બાબતે ઝઘડો
Spread the love
  • અરવલ્લી જિલ્લાના મોડાસાના સીતપુર ગામે ફોટા પાડવાની બાબતે થયેલા ઝઘડા બાબતે મોડાસા રૂરલ પોલીસ આરોપીઓને છાવરતી હોવાનો આક્ષેપ સાથે પરિવારજનો રજુઆત કરવા પોલીસ સ્ટેશન પહોંચી રોષ વ્યકત કર્યો હતો.

અરવલ્લી જિલ્લાના મોડાસાના સિતપુર ગામે ફોટો પાડવા બાબતે થયેલ ઝઘડા માં થયેલ મારામારીની ફરિયાદમાં પીડિત પરિવારે મોડાસા રૂરલ પોલીસ આરોપીઓને છાવરતી હોવાનો આક્ષેપ કરી પરિવારજનો રજુઆત કરવા રૂરલ પોલીસ સ્ટેશનમાં પહોંચતા ભારે હોબાળો મચાવ્યો હતો..થોડા દિવસ અગાઉ મોડાસા તાલુકાના સીતપુર ગામે ફોટા પાડવાની બાબતે ઝઘડો થયો હતો. જેમાં આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડીઓ લઈ હુમલો કરી દીધો હતો. જેમાં ચાર વ્યક્તિઓને માથામાં અને શરીરના ભાગે લાકડીઓ વાગતાં ઈજાઓ પહોંચી હતી.

જેથી સારવાર અર્થે ખસેડાયા હતા. સીતપુર ગામના દશરથસિંહ નટવરસિંહ ચૌહાણે રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓએ અરવિંદસિંહ ચૌહાણને કહેલું કે તમે મારા પિતા સરકારી ગાડી ઘરે લઈને આવેલા હતા. તેના ફોટા પાડી કેમ શેર કર્યા છે. તેમ કહેતા અરવિંદસિંહ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલી લાકડી લઈ હુમલો કર્યો હતો. જેમાં સોવનબેન, મહેશકુમાર, શ્રવણકુમાર તથા વિક્રમસિંહને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આમ ત્રણ જણા ભેગા મળી હુમલો કર્યો હતો અને ગળદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ અપાઈ હતી. આમ ફોટા પાડવાની બાબતે પુછતાં ઝઘડો કરી માથામાં લાકડીઓ મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેમાં ઈજા થયેલા ચાર ઈસમોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ બનાવ અંગે દશરથસિંહ નટવરસિંહ ચૌહાણે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપી અરવિંદસિંહ રાંણસિંહ ચૌહાણ, જયેશસિંહ અરવિંદસિંહ ચૌહાણ અને મનુસિંહ માલસિંહ ચૌહાણ ત્રણેય સીતપુર ઓરડા ના રહેવાસીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણ શખ્શો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે પરંતુ આ ઘટનાને ૬ દિવસ થવા છતાં આરોપીઓની પોલીસ ધરપકડ કરતી ન હોવાનો અને આરોપીઓ ગામમાં ખુલ્લેઆમ ફરતા હોવાનો આક્ષેપ કરતા અને આરોપીઓની ધરપકડ તાત્કાલીક કરવામાં આવેની માંગ સાથે રૂરલ પોલીસ સ્ટેશનમા પહોંચી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ઋતુલ પ્રજાપતિ (અરવલ્લી)

IMG-20210406-WA0134.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!