મોડાસામાં ભરઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું

જિલ્લાના મોડાસા માં ભરઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું..શહેરના ગ્રામ્ય વિસ્તાર માં આવેલ બાલકદાસ મંદિર થી ગાંધીવાડા તરફ જવાના માર્ગ પર ગટર નું પાણી ફરિવળતા ગંદા પાણી ની નદી વહી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. અરવલ્લી જિલ્લાના મોડાસા માં ભરઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું..શહેરના ગ્રામ્ય વિસ્તાર માં આવેલ બાલકદાસ મંદિર થી ગાંધીવાડા તરફ જવાના માર્ગ પર ગટર નું પાણી ફરિવળતા આ પરિસ્થિતિ સર્જાઈ.
વિસાનીમાં વાડી પાસે ગટર ઓવરફ્લો થતા રસ્તા પર આવતા ગંદા પાણી ની નદી વહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા..શહેરના ગ્રામ્ય વિસ્તાર ની વાત કરવામાં આવે તો ગટરની યોગ્ય સફાઈ ન થતા ઓવરફ્લો થવાની સમસ્યા સર્જાય છે. સાથે જ ગટરો નાની હોવાથી પણ ગટર નું વધારા નું પાણી ઓવરફ્લો થઈ રસ્તાઓ ઉપર ફરી વળતા હોય છે..મોડાસાના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો ગટરની સમસ્યા હજુ પણ ઠેર ની ઠેર છે..ગટરો માંથી ઓવરફ્લો થતા ગંદા પાણી ને કારણે આસપાસ ના રહીશો અને રાહદારીઓ ને મુશ્કેલી નો વારો સહન કરવાનો વારો આવે છે.
સાથે જ ખુલ્લી ગટરો ના કારણે અતિશય દુર્ગંધ અને મચ્છરો નો ત્રાસ પણ લોકો અનુભવી રહ્યા છે..ખુલ્લી ગટરો અને સાથે જ ગટરો ની યોગ્ય સફાઈ ન થતાં મચ્છરો જન્ય રોગો નો પણ ફેલાવાની ભીતિ ફેલાયેલી છે. જેથી નગરપાલિકા ચાલુ વર્ષ ના બજેટ માં ગ્રામ્ય વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટે અંડરગ્રાઉન્ડ ગટરો બનાવે તેવી લોકો ની માંગ ઉઠી છે.ત્યારે પાલિકાના નવનિયુક્ત સત્તાધીશો મોડાસા નગર પાણિક ના ગ્રામ્ય વિસ્તાર ની વર્ષો જૂની સમસ્યા નો ઉકેલ લાવે તે જરૂરી બની ગયું છે.
ઋતુલ પ્રજાપતિ (અરવલ્લી)