બનાસકાંઠા SOGએ બાઈક ચોર પકડ્યા

બનાસકાઠા,અમદાવાદ,મહેસાણા, પાટણ અને ચ્છ જેવા જીલ્લા માંથી બિન્દાસ રીતે મોટર સાયકલ ની ઉઠાંતરી કરનાર મુખ્ય આરોપીને બનાસકાઠા પોલીસે બાતમી ના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે.જેમાં આરોપી દિયોદર તાલુકા ના સરદારપુરા (વેલ)ગામ નો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપી પાસે થી ૧૧ મોટર સાયકલ કજે લીધા છે અને આગળ ની કાર્યવાહી શરુ કરી છે. જાણવા મળતી માહિતી મુજબ આજરોજ soG પાલનપુર ઈસ્પેકટ ટી આર ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સ્પેકટર એમ કે ઝાલા તથા પોલીસ સ્ટાફના માણસો પાલનપુર ટાઉન ખાતે પેટ્રોલિંગ માં હતા.
તે દરમ્યાન મળેલા બાતમીના હકીકત ના આધારે પાલનપુર ડીસા હાઈવે લડબી નાળા નજીક આગળ થી પ્રવીણભાઈ મનસુખભાઈ પ્રજાપતિ રહે સરદારપુરા રવેલ તા દિયોદર વાળા ને ઝડપી પાડવામાં ખાવેલ અને તેની પાસે થી ચોરી ના મો સાયકલ કજે લીધેલ જેમાં આરોપી ની સઘન પૂછ પરછ કરતા આ મોટર સાયકલ અમદાવાદ ,મહેસાણા પાટણ અને કચ્છ જેવા જીલ્લા માંથી ઉઠાંતરી કરી હોવાનું કબુલાત કરી હતી જેમાં પોલીસે આરોપી પાસે થી કુલ ૧૧ મોટર સાયકલ કજે લીધા હતા જેમાં બનાસકાઠા પોલીસ ને સફળતા મળી હતી.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)