પાલીતાણા ખાતે થયેલ દુઃખદ ઘટના સંદર્ભે ગુજરાત મુસ્લિમ એકતા મંચના અધ્યક્ષ મૃતકના પરિવારની મુલાકાતે

પાલીતાણા શહેરમાં પાંચ દિવસ પહેલા મુસ્લિમ ફકીર યુવાન ને પેટ્રોલ છાંટીને જીવતો સળગાવ્યો હતો તે મુદ્દે ચર્ચા કરવા પાલીતાણા ખાતે ગુજરાત મુસ્લિમ એકતા મંચ ના અધ્યક્ષ ઈમ્તિયાઝ પઠાણ મૃતકના પરિવારની મુલાકાત લીધી અને તાત્કાલિક ધોરણે આરોપીને પકડવા નહિ આવે તો ગુજરાત માં મુસ્લિમ એકતા મંચ દ્વારા જીલ્લા અને તાલુકામાં કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવશે અને ઘેરાવ કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી. જેમાં મુસ્લિમ એકતા મંચ ના અધ્યક્ષ ઈમ્તિયાઝ પઠાણ, ભાવનગર મુસ્લિમ એકતા મંચ ના જીલ્લા અધ્યક્ષ સાજીદભાઈ તેલીયા,સોસીયલ મીડિયા અધ્યક્ષ મહેંદી પઠાણ, તળાજા મુસ્લિમ એકતા મંચ ના અધ્યક્ષ રજાકભાઈ પઠાણ , તેમજ પાલીતાણા મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
રીપોર્ટ : સતાર મેતર