સાવરકુંડલામાં માનવતાની મહેક મહેકી ઉઠી
સાવરકુંડલાના મુસ્લિમ યુવકે પોતાના માતા પિતા ની યાદ માં સાવરકુંડલાના નૂરાની નગર વિસ્તાર ખાતે ભર ઉનાળે પોતાની દુકાનની બહાર ઠંડા પાણીનુ પરબ બંધાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું …
સાવરકુંડલાના સેવાભાવી યુવાન ફિરોજખાન દિલાવર ખાન પઠાણે પોતાની પાન મસાલા ની દુકાન ની બાર પાણીનુ પરબ બંધાવ્યું …
પોતે વેચાતું પાણી લઈ લોકોની સેવા કરેછે જ્યારે અમુક જગ્યાઓ પર પાણીનાં પૈસા લેવામાં આવતાં હોય છે ત્યારે ફિરોઝ ખાન પઠાણ સમાજ ને એક અલગ સંદેશો આપી જાય છે ..
સાવરકુંડલા શહેર ના નૂરાની નગર વિસ્તારમાં રહેતા ફિરોઝભાઈ પઠાણે પોતાનાં માતા પિતા ની યાદ મા મર્હુમ ના ઇસાલે સવાબ અર્થ પોતાની દુકાન ની બાર પાણીનાં કૂલર મુકાવી જણાવ્યુ હતુ કે અત્યારે ઉનાળો ચાલે છે અને ભારે તડકા પડેછે ત્યારે લોકો ને વેચાતું પાણી લઈને પિવવું પડે છે ત્યારે વિસ્તાર મા લોકો ને વિનામૂલ્યે પાણી પીવા પરબ બંધાવ્યું હતું અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું
રિપોર્ટર: અરમાન ધાનાણી સાવરકુંડલા