બડોલી પ્રમુખસ્વામી લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી

બડોલી પ્રમુખસ્વામી લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી
Spread the love

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર પ્રેરિત પ્રમુખસ્વામી લોક વિજ્ઞાન કેન્દ્ર, બડોલી ખાતે વિશ્વ આરોગ્ય દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર રાજેશભાઈ પટેલ મેડિકલ ઓફિસર નવા રેવાસ ,તથા ડોક્ટર સીમાબેન મેમણ,( C. H o) તથા કમળા બેનપટેલ, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર તથા ઇડર તાલુકા પંચાયત સદસ્ય કિરણબેન પટેલ હાજર રહ્યા હતા, સંપૂર્ણ કાયૅક્રમ સરકાર શ્રી ની ગાઈડ લાઈન પ્રમાણે મુજબ કરવામાં આવ્યું, વિશ્વ આરોગ્ય દિવસ ની ઉજવણી નિમિત્તે ડોક્ટર રાજેશભાઈ પટેલે જણાવ્યું કે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ મહામારી માં લોકોને હેલ્થની કેટલી અગત્યતા છે તે સમજાવ્યું.

સાથે-સાથે અત્યારના સમયમાં બાળકો, યુવાનો, વડીલો પોતાના શરીરની તંદુરસ્તા માટે કેટલા જાગૃત થયા તે પણ સમજાવ્યું, અને આ મહામારી માં જેની રોગ પ્રતિકારક શક્તિ વધારે હતી એ લોકો આ મહામારીથી બચી શક્યા છે પણ તેનો અર્થ એવો નથી કે આપણે આ ધ્યાન ન રાખવું, બીજું રસી કેમ લેવી ચાહે તે કોઈ પણ રોગની હોય તે પણ સવિશેષ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો ,બીજું સાથે સાથે એ ,કે ,જોષી દ્વારા પણ આરોગ્યનું શું મહત્વ છે તે વિશે સમજાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંવાહક દિપકભાઇ પટેલ, મોહનભાઈ પાંડોર તથા પ્રોગ્રામ ઓફિસર અનિલભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20210407-WA0174-1.jpg IMG-20210407-WA0177-2.jpg IMG-20210407-WA0171-0.jpg

Admin

Kuldip Bhatia

9909969099
Right Click Disabled!