બનાસકાંઠા સાંસદ દ્વારા પાણીનાં પ્લાન્ટનું નિરીક્ષણ

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થાય અને પાણીની સમસ્યાઓ શરું થાય સરહદી પંથકમાં ખેડૂતો ને અને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવાનો સરકાર દ્વારા પ્રયત્નો કરવા માં આવી રહ્યા છે જ્યારે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા આજે થરાદ તાલુકાના ચુડમેર ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા વાવ થરાદ તાલુકાના ૨૬ ગામોને શુદ્ધ પીવાના પાણી માટેના ફિલ્ટર પ્લાન્ટનુ કામ ચાલુ છે. જેમાં ઉંચી ટાંકી, સંપ, તથા પંપ હાઉસના કામનું સ્થળ પર સાંસદ દ્વારા જઇને જાત નિરિક્ષણ કર્યું. પ્લાન્ટ ઉપરનાં અધિકારીઓને પ્રશ્નો સાંભળી અને તેમને જરુરી સૂચનો કર્યા હતા. ઉનાળો આવતા લોકો પણ ગરમી સામે પાણીની રાહ જોઈ ને બેઠા છે.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)